છેલ્લા થોડા દિવસોથી ગુજરાતમાં કોરોના સંક્રમણ વધ્યું છે. સતત બે દિવસથી કોરોના વાયરસના કુલ કેસ 100થી વધુ નોંધાઈ રહ્યા છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોના વાયરસના 117 નવા કેસ નોંધાયા છે. આ કુલ કેસમાં સૌથી વધુ અમદાવાદમાં 62 કોરોના કેસ આવ્યા છે.
અમદાવાદ શહેરમાં છેલ્લા થોડા દિવસોથી નવા કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. આ ઉપરાંત આજે વડોદરા શહેરમાં પણ કોરોના કેસમાં વધારો જોવા મળ્યો છે. વડોદરા શહેરમાં આજે 20 કોરોના કેસ, સુરત શહેરમાં 9 કોરોના કેસ અને ગાંધીનગર શહેરમાં 4 કોરોના કેસ નોંધાયા છે. અમદાવાદ જિલ્લામાં 2, રાજકોટ શહેરમાં 3, અમરેલીમાં 2, મહેસાણામાં 2, સુરેન્દ્રનગરમાં 2, વડોદરામાં 2, વલસાડમાં 2, આણંદ, અરવલ્લી, બનાસકાંઠા, ભરુચ, ગાંધીનગર, જામનગર શહેર અને સુરતમાં 1-1 કોરોના કેસ નોંધાયા છે. આજે રાજ્યમાં કોરોનાથી એક પણ દર્દીનું મોત થયું નથી.
આજે કુલ 45 દર્દી સાજા થયાઃ
આ સાથે રાજ્યમાં આજે કુલ 45 દર્દી સાજા થયા છે. જેમાં અમદાવાદ શહેરમાં 27, વડોદરા શહેરમાં 1, ગાંધીનગર શહેરમાં 1, સુરત શહેરમાં 2, વડોદરામાં 6, વલસાડમાં 2, ગાંધીનગરમાં 2, જામનગર શહેરમાં 2, દ્વારકામાં 1 દર્દી સહિત કુલ 45 દર્દીઓ સાજા થયા છે.
આ સાથે રાજ્યમાં કુલ એક્ટિવ કેસનો આંકડો 517 પર પહોંચ્યો છે જેમાં હાલ કોઈ દર્દી વેન્ટિલેટર પર નથી. તમામ 445 દર્દીઓ હાલ સ્ટેબલ છે. આ સાથે રાજ્યમાં કુલ 12,14, 354 લોકો ડિસ્ચાર્જ થઈ ગયા છે. રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર 99.07 ટકા છે. રાજ્યમાં કોરોનાના કારણે અત્યાર સુધી કુલ 10944 દર્દીઓનાં મોત થયાં છે.
કોરોના રસીકરણની વાત કરીએ તો, આજે રાજ્યમાં આજે કુલ 81,353 દર્દીઓનું રસીકરણ થયું છે. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 11,04,08,699 કોરોના રસીના ડોઝ આપવામાં આવ્યા છે.