ગાંધીનગર : ગુજરાતમાં ફરી એક વખત કોરોના વાયરસના કેસમાં વધારો થયો છે. રાજ્યમાં આજે કોરોનાના નવા 154 કેસ નોંધાયા છે. બીજી તરફ 58 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. સૌથી વધારે કેસ અમદાવાદમાં નોંધાયા છે. અત્યાર સુધીમાં કુલ 1214463 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ ઘટીને 99.05 ટકાએ પહોંચી ચુક્યો છે. બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે કુલ 43,133 રસીના ડોઝ અપાયા હતા.
અમદાવાદમાં 80 કેસ, વડોદરા શહેરમાં 22 કેસ, સુરત શહેરમાં 12 કેસ, વડોદરામાં 11 ગાંધીનગર કોર્પોરેશનમાં 5, રાજકોટ કોર્પોરેશનમાં 4, મહેસાણા 3, સુરત 3, વલસાડ 3, અમદાવાદ 2, આણંદ 2, ભરુચ 2, ભાવનગર કોર્પોરેશન 2, કચ્છ 2 અને ખેડામાં 1 કેસ નોંધાયો છે.
રાજ્યમાં કુલ 704 એક્ટિવ કેસ છે. કોઇ પણ દર્દી વેન્ટિલેટર પર નથી. તમામ દર્દીઓ સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કોરોનાને કુલ 1214463 નાગરિકો કોરોનાને હરાવી ચુક્યાં છે. તો બીજી તરફ 10,945 નાગરિકોનાં કોરોનાને કારણે મોત થઇ ચુક્યાં છે.
ગુજરાતમાં આવશે કોરોનાની ચોથી લહેર ? જાણો કોવિડ ટાસ્ક ફોર્સના સભ્ય ડો. માવળંકરે શું કહ્યું
ગુજરાતમાં કોરોનાથી ફરી ચિંતાજનક સ્થિતિ સર્જાય તેવું ભયાવહ ચિત્ર સામે આવી રહ્યું છે. ગુજરાતની સાથે અમદાવાદમાં પણ કોરોના કેસ વધી રહ્યા છે. રાજ્યમાં કોરોનાના કેસ વધતાં ચોથી લહેરની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ અંગે રાજ્યની કોવિડ ટાસ્ક ફોર્સના સભ્ય ડો. દિલિપ માવળંકરે મોટું નિવેદન આપ્યું છે.
શું કહ્યું ડો માવળંકરે
કોવિડ ટાસ્ક ફોર્સના સભ્ય ડો.દિલિપ માવળંકરે એબીપી અસ્મિતા સાથે વાત કરતાં કહ્યું, કોરોનાના કેસ વધી રહ્યા છે, હજારોની સંખ્યામાં કેસ આવવા લાગ્યા છે, જે ચોથી લહેરની શક્યતા દર્શાવે છે. મોટા ભાગના લોકોએ રસીના બંન્ને ડોઝ લઈ લીધા છે. ઘણા બધા લોકોએ બુસ્ટર ડોઝ પણ લઈ લીધા છે તેમ છતાં સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક, સેનિટાઈઝેશન અને વેન્ટીલેશન ખૂબ જરૂરી છે. ભીડ ના કરીએ તે તકેદારી રાખવી જરૂરી છે. 60 વર્ષથી ઉપરના જે લોકોનો બુસ્ટર ડોઝ બાકી હોય તેમણે લઈ લેવો જોઈએ. ઉપરાંત જે લોકો પ્રીકોશન ડોઝ લેવા લાયક હોય તેમણે પ્રાઈવેટ હોસ્પિટલમાં જઈ ડોઝ લેવો જોઈએ, જેથી કોરોના થાય તો પણ સામાન્ય લક્ષણ રહે. જો ધ્યાન નહિ રાખીએ તો ચોથી લહેર ભયંકર બનશે.