Gujarat Corona Update: ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસથી કોરોના વાયરસના નવા કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે આજે નવા કોરોનાના કેસનો આંકડો 500ની નજીક પહોંચી ગયો છે. આજે વધુ નવા 475 કેસ નોંધાયા છે. આજે 248 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. અત્યાર સુધીમાં કુલ 12,17,215 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ ઘટીને 98.88 ટકાએ પહોંચી ચુક્યો છે. બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે કુલ 52,721 રસીના ડોઝ અપાયા હતા.


આજે ક્યાં કેટલા કેસ નોંધાયા?
રાજ્યમાં આજે નોંધાયેલા 475 કેસોમાં સૌથી વધુ એટલે કે લગભગ 45 ટકા કેસ માત્ર અમદાવાદ શહેરમાં નોંધાયા છે. રાજ્યમાં આજે અમદાવાદ શહેરમાં 211, સુરત કોર્પોરેશન 76, વડોદરા કોર્પોરેશન 35, ગાંધીનગર કોર્પોરેશન 9, જામનગર કોર્પોરેશન 17, મહેસાણામાં 14, નવસારી 12, વડોદરામાં 12, અમરેલીમાં 10, કચ્છમાં 8, ભરુચ, ગાંધીનગર અને વલસાડમાં 7-7 કેસ, અમદાવાદ, રાજકોટ શહેર અને જામનગરમાં 5-5 કેસ, બનાસકાંઠા, દ્વારકા અને ખેડામાં 4-4 કેસ, આણંદ, ભાવનગર કોર્પોરેશન, પાટણ, રાજકોટ અને સુરતમાં 3-3 કેસ, ગીરસોમનાથ, મહિસાગર અને સાબરકાંઠામાં 2-2 કેસ, પંચમહાલ અને સુરેન્દ્રનગરમાં 1-1 કેસ નોંધાયો છે.


248 દર્દીઓ સજા થયા, એક્ટિવ કેસ 2793 થયાઃ
રાજ્યમાં આજે  કોરોનાથી મુક્ત થઇને 248 દર્દીઓ સાજા થયા છે, રાજ્યમાં અત્યાર સુધીમાં 12,17,215  દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં આજે એક્ટિવ કેસ વધીને 2793 થયા છે. આજે રાજ્યમાં કોરોના વાયરસના કારણે એક પણ મૃત્યુ થયાના સમાચાર નથી. 


આ પણ વાંચોઃ


Gujarat Weather: ગુજરાતનો બન્યો દરિયો ગાંડોતૂર, આ બંદર પર લાગ્યું ત્રણ નંબરનું સિગ્નલ


Covid-19: દેશમાં કોરોના સંક્રમણમાં વધારો થતા કેંદ્ર સરકારે રાજ્યોને લખ્યો પત્ર, જાણો શું આપ્યા આદેશ


Mukesh Ambani Resigns: મુકેશ અંબાણીએ રિલાયન્સ Jioના ડાયરેક્ટર પદેથી રાજીનામું આપ્યું, જાણો કોણ બન્યું નવા ચેરમેન