Gujarat Corona Update: ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી વધી રહેલા કોરોના વાયરસના કેસોમાં સતત બે દિવસ ઘટાડો થયો હતો, તો આજે 5 જુલાઈએ ફરીથી નવા કેસોમાં આંશિક વધારો થયો છે. રાજ્યમાં 30 જૂને 547 નવા કેસ, 1 જુલાઈએ 632 કેસ, 2 જુલાઈએ 580 નવા કેસ, 3 જુલાઈએ નવા કેસ ઘટીને 456 અને 4 જુલાઈએ નવા 419 કેસ નોંધાયા હતા. ત્યારે આજે 5 જુલાઈએ રાજ્યમાં નવા 572 કેસ નોંધાયા છે. આ સાથે 489 દર્દીઓ સાજા પણ થયા છે.
આજે ક્યાં કેટલા કેસ નોંધાયા?
રાજ્યમાં આજે નોંધાયેલા 572 કેસોમાં સૌથી વધુ કેસ માત્ર અમદાવાદ શહેરમાં નોંધાયા છે. રાજ્યમાં આજે અમદાવાદ શહેરમાં 249, સુરત શહેરમાં 82, વડોદરા શહેરમાં 41, ભાવનગર શહેરમાં 22, રાજકોટ શહેરમાં 21, જામનગર શહેરમાં 13 અને ગાંધીનગર શહેરમાં 9 કેસ નોંધાયા છે. અન્ય જિલ્લાઓના કેસ જોઈએ તો, વલસાડમાં 18, નવસારીમાં 16, કચ્છ અને સુરતમાં 12-12, મોરબીમાં 9, અમદાવાદ, ભરુચ અને પાટણમાં 8-8 કેસ, ગાંધીનગર, મહેસાણામાં 7-7 કેસ, રાજકોટમાં 5 કેસ, આણંદ અને ખેડામાં 4-4, અમરેલી અને પોરબંદરમાં 3-3, બનાસકાંઠા, ગીરસોમનાથ અને તાપીમાં 2-2 કેસ, જામનગર, જૂનાગઢ, પંચમહાલ, સાબરકાંઠા અને વડોદરામાં 1-1 કેસ નોંધાયો છે.
489 દર્દીઓ સજા થયા, એક્ટિવ કેસ 3595 થયાઃ
રાજ્યમાં આજે 5 જુલાઈએ કોરોનાથી મુક્ત થઇને 489 દર્દીઓ સાજા થયા છે, રાજ્યમાં અત્યાર સુધીમાં 12,20,146 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં આજે એક્ટિવ કેસ ઘટીને 3595 થયા છે, જેમાં 1 દર્દી વેન્ટિલેટર પર છે, જયારે 3594 દર્દીઓ સારવાર હેઠળ છે. આજે રાજ્યમાં કોરોના વાયરસના કારણે કોઈ દર્દીનું મૃત્યુ નથી થયું. કોરોનાથી કુલ મોતનો આંક 10,948 છે.
આ પણ વાંચોઃ