ગાંધીનગરઃ રાજ્યમાં કોરોના સંક્રમણના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. બે મહિના બાદ રાજ્યમાં એક હજારથી ઓછા કેસ નોંધાયા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના નવા 960 કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતના ત્રણ જિલ્લા એવા છે જ્યાં એક પણ કેસ નથી નોંધાયો.


ડાંગ, નવસારી અને તાપીમાં કોરોના સંક્રમણનો એકપણ કેસ નથી નોંધાયો. વલસાડમાં 1, છોટા ઉદેપુરમાં 1, દેવભૂમિ દ્વારકા 2, પોરબંદર 3, નર્મદા 4, બોટાદ 4 અને ભાવનગરમાં 5 કેસ નોંધાયા હતા.

રાજ્યમાં આજે સૌથી વધુ કેસ અમદાવાદ કોર્પોરેશનમાં નોંધાયા છે. અહીં 204 કેસ નોંધાયા છે. જેની સામે 202 લોકો સ્વસ્થ થયા છે. સુરત કોર્પોરેશનમાં 124 નવા કેસ નોંધાયા છે, જેની સામે 125 લોકો સ્વસ્થ થયા છે.