ગાંધીનગરઃ ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 15 કેસ નોંધાયા છે. જોકે, એક પણ વ્યક્તિનું નિધન થયું નથી. બીજી તરફ આજે 16 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. આજે વડોદરા કોર્પોરેશનમાં 4, સુરત કોર્પોરેશનમાં 3, અમદાવાદ કોર્પોરેશનમાં 2, કચ્છ, રાજકોટમાં 2-2, સુરત અને વડોદરામાં 1-1-1 કોરોના કેસ નોંધાયા હતા. 


રાજ્યમાં આજે સાંજે 4 વાગ્યા સુધીમાં કુલ 3,54,529 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું હતું. રાજ્યમાં કોરોનાથી સાજા થવાના દરમાં સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં સાજા થવાનો દર 98.76 ટકા છે. આજે 16 દર્દીઓ સાજા થયા છે. આ સાથે અત્યાર સુધીમાં 8,15,246 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. એટલું જ નહીં, રાજ્યમાં અત્યાર સુધીમાં 18 જિલ્લા કોરોનામુક્ત બન્યા છે. આ જિલ્લાઓમાં અત્યારે એક પણ એક્ટિવ કેસ નથી. 


અત્યારે સૌરાષ્ટ્રમાં સૌથી વધુ 6 જિલ્લા કોરોનામુક્ત બન્યા છે. આ સિવાય ઉત્તર ગુજરાતમાં 4, મધ્ય ગુજરાતમાં 4 અને દક્ષિણ ગુજરાતમાં 4 જિલ્લા કોરોનામુક્ત બન્યા છે. 


ભારતમાં કોરોનાની સ્થિતિ વણસી રહી હોય તેમ લાગે છે. દેશમાં ફરીથી કોરોના કેસ વધવા લાગ્યા છે.  શનિવારે સવારે સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં 42,618 નવા કોરોના કેસ આવ્યા અને 330 કોરોના સંક્રમિતોના જીવ ગયા છે. છેલ્લા 24 કલાકમાં 36,385 લોકો કોરોનાથી ઠીક થયા છે એટલે કે 6233 એક્ટિવ કેસ વધ્યા છે.


 


સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ આજે નોંધાયેલા કુલ કેસ પૈકી 29,322 કેસ માત્ર કેરળમાં જ નોંધાયા છે. આ ઉપરાંત કેરળમાં જ 131 લોકોના કોરોનાથી મોત થયા છે. જેના પરથી કેરળની સ્થિતિનો અંદાજ આવી શકે છે.દેશમાં નોંધાયેલા કુલ કેસના 68 ટકાથી વધુ માત્ર કેરળમાં જ નોંધાયા છે.


 


દેશમાં કોરોનાની શું છે સ્થિતિ



  • કુલ કેસઃ 3 કરોડ 29 લાખ 45 હજાર 907

  • કુલ ડિસ્ચાર્જઃ 3 કરોડ 21 લાખ એક

  • કુલ એક્ટિવ કેસઃ 4 લાખ 5 હજાર 681

  • કુલ મોતઃ 4 લાખ 40 હજાર 225


દેશમાં કેટલા લોકોને અપાઈ રસી