ગાંધીનગરઃ રાજ્યમાં આજે કોરોનાના નવા 24 કેસ નોંધાયા હતા. જ્યારે રાજ્યમાં આજે સાંજે 4 વાગ્યા સુધીમાં કુલ 27,283 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું હતું. રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર 98.75 ટકા છે. આજે 24 કેસ નોંધાયા, જેની સામે 13 દર્દીઓ સાજા થયા છે. આ સાથે અત્યાર સુધઈમાં 8,16,370 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.
રાજ્યમાં કુલ 220 એક્ટિવ કેસ છે, જેમાંથી 4 દર્દીઓ વેન્ટીલેટર પર છે, જ્યારે 216 સ્ટેબલ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 10090 લોકોના મોત થયા છે. ગુજરાતમાં આજે નોંધાયેલા કેસની વાત કરીએ તો વડોદરા કોર્પોરેશનમાં 6, સુરત કોર્પોરેશનમાં 5, અમદાવાદ કોર્પોરેશનમાં 4, વલસાડમાં 3, જૂનાગઢ કોર્પોરેશન સહિત જિલ્લામાં 4, જામનગર કોર્પોરેશનમાં 1 અને રાજકોટમાં 1 કેસ નોંધાયો છે.
ભારતમાં છેલ્લા 24 કલાકમાં 12,885 નવા કોવિડ-19 કેસ નોંધાયા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં આ બીમારીને કારણે 461 લોકોએ જીવ ગુમાવ્યા છે. જો કે આ રોગથી સંક્રમિત હજારો લોકો સાજા પણ થઈ ગયા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, છેલ્લા 24 કલાકમાં અનેક મોત થયા છે. 15,054 સાજા થયા હતા. એક્ટિવ કેસની સંખ્યા 1.5 લાખથી ઓછી છે. કોરોના રોગચાળાને કારણે થઈ રહેલા મૃત્યુ વચ્ચે ભારતનું રસીકરણ અભિયાન પણ ઝડપથી ચાલી રહ્યું છે. આરોગ્ય વિભાગના કર્મચારીઓ રસીકરણ અંગે સતત ગંભીરતા દાખવી રહ્યા છે.
નવા કેસ કરતાં વધુ દર્દીઓ સાજા થઈ રહ્યા છે
સરકારી આંકડા મુજબ, રસીકરણની કુલ સંખ્યા 1,07,63,14,440 છે. છેલ્લા 24 કલાકમાં 30,90,920 લોકોને રસી આપવામાં આવી છે. અત્યાર સુધીમાં 3,36,97,740 લોકો સંક્રમણને માત આપી સ્વસ્થ થયા છે. છેલ્લા 24 કલાક દરમિયાન, સાજા થયેલા દર્દીઓની સંખ્યા નવા કેસ કરતા વધુ છે, જેના કારણે સક્રિય કોવિડ -19 કેસોમાં પણ ઘટાડો થયો છે. રિકવરી રેટ 98.22 ટકા પર પહોંચી ગયો છે.
અત્યાર સુધીમાં 107 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે
દેશવ્યાપી રસીકરણ અભિયાન હેઠળ, દેશભરમાં અત્યાર સુધીમાં 107 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે. આમાં છેલ્લા 24 કલાક દરમિયાન આપવામાં આવેલા લાખો ડોઝનો પણ સમાવેશ થાય છે. અત્યાર સુધીમાં વિશ્વમાં 24 કરોડ 75 લાખથી વધુ લોકો કોવિડ-19થી પ્રભાવિત થયા છે. આ ખતરનાક વાયરસને કારણે અત્યાર સુધીમાં 50 લાખથી વધુ લોકો એટલે કે 50 લાખથી વધુ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.
દિલ્હીમાં કોરોના કેસનો ગ્રાફ સતત નીચે જઈ રહ્યો છે. બુધવારે રાષ્ટ્રીય રાજધાનીમાં કોરોનાને કારણે મૃત્યુની સંખ્યા નહિવત રહી. બુધવારે પંજાબમાં કોરોના વાયરસના 34 નવા કેસ સામે આવ્યા છે, જે બાદ સંક્રમિતોની સંખ્યા વધીને 6,02,466 થઈ ગઈ છે. બુધવારે કેરળમાં કોવિડ -19 ના 7,312 નવા કેસના આગમન સાથે, રાજ્યમાં સંક્રમિત લોકોની કુલ સંખ્યા વધીને 49,87,710 થઈ ગઈ છે. અન્ય રાજ્યોમાં પણ સ્થિતિ નિયંત્રણમાં છે.
ઘરે-ઘરે જઈ રસીકરણ અભિયાન હાથ ધરવું પડશે
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ફરી એકવાર રસીકરણના વ્યાપને વિસ્તૃત કરવા અને બીજા ડોઝ લઈને રસીકરણ અભિયાન પૂર્ણ કરવા માટે નવીન પદ્ધતિઓ અપનાવવાના મહત્વ પર ભાર મૂક્યો છે. તેમણે લોકોને અપીલ કરી છે કે સંક્રમણના ઓછા કેસ હોવા છતાં પણ લોકોએ તેની ગંભીરતાને અવગણવી જોઈએ નહીં. તેમણે કહ્યું કે જો શિથિલતા રહેશે તો નવું સંકટ આવી શકે છે.