ક્યાં કેટલા થયા મોત
રાજ્યમાં આજે અમદાવાદ કોર્પોરેશનમાં 3, સુરત કોર્પોરેશનમાં 2, બનાસકાંઠા-1, સુરત-1, રાજકોટમાં -1 અને સુરેન્દ્રનગરમાં-1 મળી કુલ 10 લોકોના મોત થયા હતા.
ક્યાં કેટલા નોંધાયા કેસ
સુરત કોપોરેશનમાં 173, અમદાવાદ કોર્પોરેશનમાં 164, સુરતમાં 91, રાજકોટ કોર્પોરેશનમાં 87, વડોદરા કોર્પોરેશનમાં 79, જામનગર કોર્પોરેશન 70, રાજકોટમાં 45, વડોદરામાં 43, બનાસકાંઠામાં 39, મહેસાણામાં 38, કચ્છમાં 29, અમરેલીમાં 25, જામનગરમાં 25, સાબરકાંઠામાં 25, ભરૂચમાં 23,પંચમહાલમાં 23, સુરેન્દ્રમાં 23, જુનાગઢમાં 20, પાટણમાં 20, ગાંધીનગર કોર્પોરેશનમાં 19, ગીર સોમનાથમાં 19, જુનાગઢ કોર્પોરેશનમાં 17,અમદાવાદમાં 16, ગાંધીનગરમાં 15 કેસ નોંધાયા હતા.
આજે કેટલા દર્દી થયા સાજા
રાજ્યમાં આજે કુલ 1518 દર્દી સાજા થયા હતા અને 51,662 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં 49,10,167 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સાજા થવાનો દર 86.76 ટકા છે.
રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે 5,96,664 વ્યક્તિઓને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે, જે પૈકી 5,96,246 વ્યક્તિઓ હોમ ક્વોરેન્ટાઈન છે અને 418 વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરેન્ટાઈનમાં રાખવામાં આવ્યા છે.