ગાંધીનગર: રાજ્યના ખેડૂતો માટે સૌથી મોટા અને રાહતના સમાચાર સામે આવ્યા છે. સૌરાષ્ટ્ર-કચ્છ, ઉત્તર અને મધ્ય ગુજરાતમાંથી ચોમાસાએ વિદાય લીધી છે. આગામી સમયમાં દક્ષિણ ગુજરાતમાંથી પણ ચોમાસુ વિદાય લેશે. 15 નવેમ્બરથી શિયાળાની શરુઆત થશે.

દક્ષિણ ગુજરાતના એક વિસ્તારમાં સામાન્ય વરસાદી ઝાપટા પડશે. સૌરાષ્ટ્ર કચ્છ ,ઉત્તર અને મધ્ય ગુજરાતમાંથી ચોમાસાની વિદાય થઈ છે. આગામી દિવસોમાં રાજ્યભરમાંથી ચોમાસુ વિદાય લેશે. 15 નવેમ્બરથી શિયાળાની શરુઆત થશે.

ઉત્તર તરફના પવન ફૂંકાતા મહત્તમ તાપમાન વધી રહ્યું છે. લઘુતમ તાપમાન ઘટી રહ્યું છે. જેના કારણે વહેલી સવારે ઠંડી અને દિવસે ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. અંદમાનના દરિયામાં લોપ્રેશર સક્રિય થયું છે.