ગાંધીનગરઃ રાજ્યમાં કોરોના વાયરસ (Coronavirus)નું સંક્રમણ સતત વધી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં અત્યાર સુધીના સૌથી વધુ 9541 નવા કેસ નોંધાયા છે. જ્યારે વધુ 97 લોકોનાં મૃત્યુ થયા છે. કોરોનાથી કુલ મૃત્યુઆંક 5267 પર પહોંચી ગયો છે.
રાજ્યમાં આજે 3783 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેની સાથે અત્યાર સુધી 3,33,564 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યા વધીને 55 હજારને પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 55398 પર પહોંચ્યો છે. જેમાંથી 304 લોકો વેન્ટિલેટર પર અને 55094 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 84.61 ટકા છે.
કોરોનાથી ક્યાં કેટલા મોત થયા ?
આજે અમદાવાદ કોર્પોરેશનમાં 25, સુરત કોર્પોરેશનમાં 26, રાજકોટ કોર્પોરેશન-8, વડોદરા કોર્પોરેશન-7, સુરેન્દ્રનગર 6, મોરબી-3, બનાસકાંઠા, ભાવનગર, ભાવનગર કોર્પોરેશન, જામનગર કોર્પોરેશન, જામનગર, મહેસાણા અને રાજકોટમાં 2-2 મોત, ભરુચ, બોટાદ, ડાંગ, ગાંધીનગર કોર્પોરેશન, મહીસાગર, પંચમહાલ, સાબરકાંઠા અને વડોદરામાં એક- એક દર્દીના મોત સાથે કુલ 97 લોકોના મોત થયા હતા. રાજ્યમાં મૃત્યુઆંક વધીને 5267 પર પહોંચી ગયો છે.
ક્યાં કેટલા કેસ નોંધાયા ?
અમદાવાદ કોર્પોરેશનમાં 3241, સુરત કોર્પોરેશનમાં 1720, સુરત-435, રાજકોટ કોર્પોરેશનમાં 412, વડોદરા કોર્પોરેશનમાં 369, ભરુચ- 235, વડોદરા-210, જામનગર કોર્પોરેશન-194, બનાસકાંઠા-178, નવસારી-148, પાટણ-147, જામનગર-124, ભાવનગર કોર્પોરેશન-114, પંચમહાલ-107, તાપી-98, નર્મદા-97, અમરેલી-96, કચ્છ-92, સુરેન્દ્રનગર 89, રાજકોટ-82, ભાવનગર-81, મહીસાગર-81, ખેડામાં 79, ગાંધીનગર-78, સાબરકાંઠા-75, આણંદ-71, દેવભૂમિ દ્વારકા-71, ગાંધીનગર કોર્પોરેશન-69, જુનાગઢ કોર્પોરેશન-61, અમદાવાદ-62, દાહોદમાં-3, મોરબીમાં 50 કેસ નોંધાયા હતા.
કેટલા લોકોએ લીધી રસી
વેક્સિનેસન (vaccinations) કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 88,08,994 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 13,61,550 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. આમ કુલ- 1,01,70,544 લોકોને રસીકરણના ડોઝ આપવામાં આવ્યા છે. આજે 60 વર્ષથી વધુ વયના તેમજ 45થી 60 વર્ષના કુલ 87,932 વ્યક્તિઓનું પ્રથમ ડોઝ અને 56,047 વ્યક્તિઓનું બીજા ડોઝનું રસીકરણ કરાયું.
ગુજરાતમાં છેલ્લા 17 દિવસમાં નોંધાયેલા કેસ અને મોત
તારીખ |
નોંધાયેલા કેસ |
મોત |
17 એપ્રિલ | 9541 | 97 |
16 એપ્રિલ | 8920 | 94 |
15 એપ્રિલ | 8152 | 81 |
14 એપ્રિલ | 7410 | 73 |
13 એપ્રિલ | 6690 | 67 |
12 એપ્રિલ |
6021 |
55 |
11 એપ્રિલ |
5469 |
54 |
10 એપ્રિલ |
5011 |
49 |
9 એપ્રિલ |
4541 |
42 |
8 એપ્રિલ |
4021 |
35 |
7 એપ્રિલ |
3575 |
22 |
6 એપ્રિલ |
3280 |
17 |
5 એપ્રિલ |
3160 |
15 |
4 એપ્રિલ |
2875 |
14 |
3 એપ્રિલ |
2815 |
13 |
2 એપ્રિલ |
2640 |
11 |
1 એપ્રિલ |
2410 |
9 |
કુલ કેસ અને મોત |
86,585 |
748 |