ગાંઘીનગરઃ નવરાત્રિ દરમિયાન રાજ્યમાં ફરીથી ધીમી ગતિએ કોરોના કેસ વધી રહ્યા છે. ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના કેસની સપાટી ૧૪થી ૨૬ વચ્ચે રહેવાનો ક્રમ યથાવત્ રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના કોરોનાના ૨૪ નવા કેસ સામે આવ્યા છે અને સુરેન્દ્રનગર ખાતે એક મૃત્યુ નોંધાયું હતું.
સુરતમાં સૌથી વધારે કેસ
છેલ્લા ૨૪ કલાકમાં સુરત શહેરમાંથી ૭-ગ્રામ્યમાંથી ૧ સાથે સૌથી વધુ ૮, અમદાવાદ-વલસાડમાંથી ૫, ભાવનગર-નવસારીમાંથી ૨, જ્યારે વડોદરા-મહેસાણામાંથી ૧-૧ નવા કેસ સામે આવ્યા હતા. આ સાથે જ રાજ્યમાં કોરોનાના કુલ કેસ ૮,૨૬,૧૨૩ છે જ્યારે કોરોનાથી કુલ મરણાંક ૧૦,૦૮૬ છે. છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૧૭ દર્દી કોરોનાથી સાજા થયા છે. અત્યારસુધી કુલ ૮,૧૫,૮૫૫ દર્દી કોરોનાને હરાવી ચૂક્યા છે અને સાજા થવાનો દર ૯૮.૭૬% છે.
પાંચ દર્દી વેન્ટિલેટર પર
રાજ્યમાં હાલ ૧૮૨ એક્ટિવ કેસ છે અને પાંચ દર્દી વેન્ટિલેટર પર છે. સુરત ૫૭, અમદાવાદ ૪૧, વલસાડ ૩૮ અને વડોદરા ૧૫ સાથે સૌથી વધુ એક્ટિવ કેસ ધરાવતા જિલ્લા છે. શનિવારે વધુ ૪,૦૯,૪૯૪ને કોરોના વેક્સિન આપવામાં આવી હતી. આ સાથે જ કુલ વેક્સિનેશનનો આંક હવે ૬.૪૧ કરોડ થઇ ગયો છે.
અત્યાર સુધીમાં કેટલા ડોઝ અપાયા
સીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં હેલ્થકેર અને ફ્રન્ટલાઇન વર્કર્સ પૈકી 12 લોકોને કોરોના વાયરસની રસીનો પ્રથમ ડોઝ જ્યારે 4159 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 45 વર્ષથી વધારેની ઉંમરના 30189 નાગરિકોને રસીનો પ્રથમ અને 84394 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 18-45 વર્ષના નાગરિકો પૈકી 97092 નાગરિકોને રસીનો પ્રથમ અને 193648 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આજના દિવસમાં 4,09,494 રસીના ડોઝ અપાયા હતા. અત્યાર સુધીમાં કુલ 6,41,68,289 રસીના ડોઝ અપાઇ ચુક્યા છે