અમદાવાદ : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી છે. આગામી 5 માર્ચ થી 17 માર્ચ સુધી ધોરણ 10ની બોર્ડ પરીક્ષા યોજાશે જ્યારે 5 માર્ચ થી 21 માર્ચ ધોરણ 12ની સામાન્ય પ્રવાહ પરીક્ષા યોજાશે.


શિક્ષણ બોર્ડ દ્વારા આ વર્ષે પરીક્ષાના નવા કેન્દ્રોની ફાળવણી કરવામાં આવી છે. ધોરણ 10માં કુલ 29 નવા કેન્દ્રોની ફાળવણી થઈ છે જ્યારે બોર્ડ દ્વારા ધોરણ 12 સામાન્ય પ્રવાહના 9 નવા કેન્દ્રો ફાળવવામાં આવ્યા છે. ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા આજે વર્ષ 2019-20નું એકેડમિક કેલન્ડર જાહેર કરાયુ છે. જે મુજબ માર્ચ 2020ની બોર્ડની પરીક્ષાઓ 5 માર્ચથી શરૂ થશે. નવા શૈક્ષણિક વર્ષમાં શિક્ષણના કુલ 246 દિવસો રહેશે. જ્યારે 4મે થી ઉનાળુ વેકેશન શરૂ થશે.

માર્ચ 2020ની ધો.10-12ની મુખ્ય જાહેર બોર્ડ પરીક્ષા માર્ચથી શરૂ થશે અને 21મી માર્ચ સુધી ચાલશે. ધો. 9 અને 11 માટેની શાળાકીય વાર્ષિક પરીક્ષા 7 એપ્રિલથી 18 એપ્રિલ દરમિયાન લેવાની રહેશે.