ભાવનગરઃ ગુજરાતની 31 જિલ્લા પંચાયત, 231 તાલુકા પંચાયત તથા 81 નગરપાલિકાની સામાન્ય ચૂંટણી માટેના એક પછી એક પરિણામો સામે આવી રહ્યા છે. ગુજરાતમાં મહાનગર પાલિકામાં આમ આદમી પાર્ટીએ એન્ટ્રી કર્યા પછી આજે તાલુકા અને જિલ્લા પંચાયતોમાં પણ આમ આદમી પાર્ટીની એન્ટ્રી થઈ ચૂકી છે.


ભાવનગર જિલ્લા પંચાયતની અલંગ બેઠક પર આમ આદમી પાર્ટીનો જંગી લીડ થી વિજય થયો છે. તળાજા તાલુકા પંચાયત 32 સીટમાંથી ભાજપને 3, કોંગ્રેસને 2 અને આપને ફાળે એક સીટ ગઈ છે.