ભુજઃ ગુજરાતની 31 જિલ્લા પંચાયત, 231 તાલુકા પંચાયત તથા 81 નગરપાલિકાની સામાન્ય ચૂંટણી માટે આજે મતગણતરી શરૂ થઈ છે. ભાજપ શાનદાર દેખાવ કરીને વિજયકૂચ કરી રહ્યો છે અને ભુજ નગરપાલિકામાં ભાજપે સત્તા કબજે કરી છે.


ભુજ નગરપાલિકામાં કુલ 40 બેઠક છે અને તેમાંથી 21 બેઠકો જીતીને ભાજપે સ્પષ્ટ બહુમતી મેળવી છે. વોર્ડ નંબર 10માં ભાજપની પેનલની જીત થતાં ભાજપે સ્પષ્ટ બહુમતી મેળવી છે જ્યારે કોંગ્રેસે માત્ર 7 બેઠકો જીતી છે.