સોમવારે મોડી રાત્રે પાલીમાં સંબંધીના લગ્નપ્રસંગમાં આરીફ આવ્યો હોવાની માહિતી મળતાં પોલીસે ત્યાં પહોંચીને આરિફને ઝડપી લીધો હતો. આજે મંગળવારે આરીફને અમદાવાદ લાવવામાં આવશે.
અમદાવાદના વટવામાં રહેતી આઈશાએ 25 ફેબ્રુઆરીના રોજ સાબરમતી નદીમાં કૂદી આપઘાત કરી લીધો હતો. નદીમાં કૂદતાં પહેલાં તેણે પતિને ફોન કર્યો હતો અને પોતે મરી જવા માગે છે એવું કહ્યું હતું. જિંદગીના અંત પહેલાં આઈશાએ વીડિયો બનાવ્યો હતો. ફોન રેકોર્ડિંગ અને વીડિયોના આધારે યુવતીના પિતા લિયાયકતએલી મકરાણીએ સાબરમતી રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસ સ્ટેશનમાં જમાઈ સામે પોલીસ ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. 25 ફેબ્રુઆરીએ વટવામાં રહેતી અને રાજસ્થાનના ઝાલોર ખાતે પરણેલી આઇશા નામની યુવતીએ હસતાં-હસતાં દર્દભરી પોતાની દિલની વાત કરી સાબરમતી નદીમાં ઝંપલાવી આપઘાત કરી લીધો હતો.