Gujarat Election 2022: ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં આજે બીજા તબક્કાનું મતદાન યોજાઈ રહ્યું છે. બીજા તબક્કાના મતદાનમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના 14 જિલ્લાની 93 બેઠકોનો સમાવેશ થાય છે. બીજા તબક્કામાં 833 ઉમેદારો ચૂંટણી લડી રહ્યા છે. બનાસકાંઠામાં બપોરે 3 વાગ્યા સુધીમાં 55.52 ટકા મતદાન થયું છે. બનાસકાંઠા જિલ્લામાં કુલ  9 વિધાનસભા બેઠકો છે. જ્યાં 3 વાગ્યાં સુધીના મતદાનના આંકડા સામે આવ્યા છે. જે નીચે પ્રમાણે છે. 


વાવ- 52.80 ટકા 


થરાદ - 66.39 ટકા 


ધાનેરા - 58.85 ટકા 


દાતા - 51.53 ટકા 


વડગામ - 54.00 ટકા 


પાલનપુર - 48.64 ટકા 


ડીસા - 52.80 ટકા 


દિયોદર - 60.76 ટકા 


કાંકરેજ - 55.76 ટકા


આ રીતે બનાસકાંઠા જિલ્લામાં કુલ 55.52 ટકા મતદાન નોંધાયું છે. બીજા તબક્કાના મતદાનને લઈ મતદારોમાં સવારથી જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તમામ ગામડાઓમાં લોકો સવારથી જ મતદાન કરવા માટે લાઈનો લગાવી હતી. 3 વાગ્યા સુધીમાં 55 ટકાથી વધુ મતદાન નોંધાયું છે.  બીજા તબક્કામાં બપોર 3 વાગ્યા સુધીમાં રાજ્યમાં સરેરાશ 50.51 ટકા મતદાન થયું છે. સૌથી વધુ સાબરકાંઠા જિલ્લામાં 57.23 ટકા થયું છે, જ્યારે અમદાવાદ જિલ્લમાં સૌથી ઓછુ 44.67 ટકા મતદાન બપોરે 3 વાગ્યા સુધીમાં નોંધાયું છે. 


બીજા તબક્કામાં આજે આ બેઠકો પર થઈ રહ્યું છે મતદાન



  • બનાસકાંઠા જિલ્લો : બેઠકોના નામ : વાવ, થરાદ, ધાનેરા, દાંતા (ST), વડગામ (SC), પાલનપુર, ડીસા, દિયોદર, કાંકરેજ

  • પાટણ જિલ્લો : બેઠકોના નામ : રાધનપુર, ચાણસ્મા, પાટણ, સિદ્ધપુર

  • મહેસાણા જિલ્લો : બેઠકો : ખેરાલુ, ઉંઝા, વિસનગર, બેચરાજી, કડી, મહેસાણા, વિજાપુર

  • સાબરકાંઠા જિલ્લો : બેઠકોના નામ : હિંમતનગર, ઈડર, ખેડબ્રહ્મા (ST), પ્રાંતિજ

  • અરવલ્લી જિલ્લો : બેઠકોના નામ : ભિલોડા (ST), મોડાસા, બાયડ

  • ગાંધીનગર જિલ્લો : બેઠકો: દહેગામ, ગાંધીનગર દક્ષિણ, ગાંધીનગર ઉત્તર, માણસા, કલોલ

  • અમદાવાદ જિલ્લો : બેઠકો: વિરમગામ, સાણંદ, ઘાટલોડિયા, વેજલપુર, વટવા, એલિસબ્રિજ, નારાણપુરા, નિકોલ, નરોડા, ઠક્કરબાપા નગર, બાપુનગર, અમરાઈવાડી, દરિયાપુર, જમાલપુર-ખાડિયા, મણિનગર, દાણીલીમડા, સાબરમતી, અસારવા, દસક્રોઈ, ધોળકા, ધંધુકા

  • આણંદ જિલ્લો : બેઠકો : ખંભાત, બોરસદ, આંકલાવ, ઉમરેઠ, આણંદ, પેટલાદ, સોજિત્રા

  • ખેડા જિલ્લો : બેઠકોના નામ : માતર, નડિયાદ, મહેમદાબાદ, મહુધા, ઠાસરા, કપડવંજ

  • મહીસાગર જિલ્લો : બેઠકોના નામ : બાલાસિનોર, લુણાવાડા, સંતરામપુર

  • પંચમહાલ જિલ્લો : બેઠકોના નામ :  શહેરા, મોરવાહડફ, ગોધરા, કાલોલ, હાલોલ

  • દાહોદ જિલ્લો : બેઠકો : ફતેપુરા, ઝાલોદ, લીમખેડા, દાહોદ, ગરબાડા, દેવગઢ બારિયા

  • વડોદરા જિલ્લો : બેઠકોના નામ : સાવલી, વાઘોડિયા, ડભોઈ, વડોદરા શહેર (SC), સયાજીગંજ, અકોટા, રાવપુરા, માંજલપુર, પાદરા, કરઝણ

  • છોટાઉદેપુર જિલ્લો : બેઠકોના નામ: છોટાઉદેપુર, જેતપુર (ST)

  •