Gujarat Election 2022: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી ગમે ત્યારે જાહેર થઈ શકે છે, ત્યારે આમ આદમી પાર્ટી આજે ઉમેદવારનું 8મુ લીસ્ટ જાહેર કર્યું છે. આપ દ્વારા વધુ 22 ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. નવા 22 ઉમેદવારો સાથે આપ દ્વારા અત્યાર સુધીમાં 108  બેઠક પર ઉમેદવારો જાહેર કરી દીધા છે.


ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની તારીખ ગમે ત્યારે જાહેર થઈ શકે છે. જોકે, આ વખતે આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં ખૂબ જોરશોરથી પ્રચાર શરૂ કરી દીધો છે. તેમજ તેમણે અત્યાર સુધીમાં 108 ઉમેદવારો પણ જાહેર કરી દીધા છે. ત્યારે આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી પદના ચહેરાને લઈને પહેલા જ જાહેરાત કરવામાં આવી છે. 


ઉમેદવારનો નામ








મિશન 2022 માટે આમ આદમી પાર્ટી લોકોનો અભિપ્રાય જાણશે. મુખ્યમંત્રીનો ચેહરો જાહેર કરવા માટે લોકોના સૂચનો જાણશે. સૂચનો જાણ્યા બાદ આમ આદમી પાર્ટી મુખ્યમંત્રીનો ચેહરો જાહેર કરશે. મુખ્યમંત્રીનો ચેહરો જાહેર કરી તેનો પ્રચાર પણ બમણા જોરથી કરશે. થોડા દિવસ પહેલા સુરત ખાતે દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે, ભાજપે જનતા પાસેથી મુખ્યમંત્રી કોને બનાવશે એ જ પૂછ્યું નથી, પરંતુ અમે જનતાને પૂછીને જ નિર્ણય લઈએ છીએ, આજે અમે ગુજરાતની જનતાને પૂછીએ છીએ કે તમે કોને મુખ્યમંત્રી બનાવવા માંગો છો, અમે 4 તારીખે જણાવીશું કે ગુજરાતના લોકો કોને મુખ્યમંત્રી બનાવવા માંગે છે. 



તેમણે કહ્યું કે, જનતા બે વસ્તુઓ પર વિશ્વાસ કરે છે. મોંઘવારી અને બેરોજગારી ગુજરાતમાં વધુ છે. લોકોમા  ચર્ચા થાય છે આમા આદમીની. અમે જનતાને પુછીને મુખ્યપ્રધાન બનાવીએ છીએ. 6357000360 નંબર જાહેર કરીએ છીએ. aapnocm@gmail.com ઈમેલ કરી શકો છો. મુખ્યમંત્રીનો ચહેરો કોણ હોવો જોઈએ ગુજરાતમા તેને લઈ નંબર જાહેર કર્યો છે. મોબાઈલ નંબર પર વોઈસમેઈલ એસએમએસ કરી શકાશે અને મેસેજ પણ.









ભગવંત માને કહ્યું કે,  લોકો એમનેમ બહાર આવે છે  ભષ્ટ્રાચાર પુરો કરીશુ. ગુજરાતના લોકો એ જ વાતથી પિડીત છે જે વાતથી દિલ્લીથીના લોકો હતા. ભષ્ટ્રાચાર કરે છે તેવા 200 થી લોકોને પકડી જેલ હવાલે કર્યા. 20 હજાર નોકરી આપી છે. જે લોકો અમને જીમ્મેદારી આપવા માંગે છે તેમની આંખો અમે જોઈ છે. અમે ખેડૂતોને પુછીને એગ્રી કલ્ચર પોલીસી બનાવીએ છીએ.