દાહોદઃ દાહોદના લીમખેડા આમ આદમી પાર્ટીમા ભંગાણ થયું હતુ. મળતી જાણકારી અનુસાર, આમ આદમી પાર્ટીના કાર્યકરો અને આગેવાનો ભાજપમા જોડાયા હતા. આમ આદમી પાર્ટીના લીમખેડા સંગઠન મંત્રી વિપુલ ડામોર, જીલ્લા સચિવ માધુ મકવાણા, બક્ષીપંચ પ્રમુખ અમરસિંહ રાવત, જીલ્લા સચિવ પિનેશ ચારેલ સહિત આપના કાર્યકરોએ ભાજપનો ખેસ ધારણ કર્યો હતો. સાંસદ જશવંતસિંહ ભાભોરે ભાજપનો ખેસ પહેરાવી તમામને ભાજપમાં આવકાર્યા હતા. ભાજપમાં જોડાતા વિપુલ ડામોરે આમ આદમી પાર્ટી પર પ્રહાર કર્યા હતા. આપ ખોટી વાતો ફેલાવી લોકોને ગુમરાહ કરતી હોવાનો આરોપ લગાવ્યો હતો. તો BTP બાદ AAPના કાર્યકર્તા ભાજપમાં જોડાતા રાજકીય માહોલ ગરમાયો છે.


આમ આદમી પાર્ટીના લીમખેડા સંગઠનમંત્રી વિપુલ ડામોર, જીલ્લા સચિવ માધુ મકવાણા, બક્ષીપંચ પ્રમુખ અમરસિંહ રાવત, જીલ્લા સચિવ પિનેશ ચારેલ ભાજપમા જોડાયા હતા. સાંસદ જશવંતસિંહ ભાભોરે ભાજપનો ખેસ પહેરાવી ભાજપમાં સ્વાગત કર્યું હતું. વિપુલ ડામોરે કહ્યું હતું કે આમ આદમી પાર્ટી ખોટું ફેલાવી લોકોને ગુમરાહ કરી રહી છે.


 


Gujarat election 2022: હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી જયરામ ઠાકુર સાથે ખાસ વાતચીત, વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર


ગાંધીનગર:  હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી જયરામ ઠાકુરે એબીપી અસ્મિતા સાથે એક્સક્લુઝિવ વાતચીત કરી હતી.  જયરામ ઠાકુરે રાહુલ ગાંધી અને આમ આદમી પાર્ટી પર શાબ્દિક પ્રહાર કર્યા હતા.  કૉંગ્રેસની રણનીતિ રહી છે કે જ્યારે ચૂંટણી હોય ત્યારે રાહુલ ગાંધીને પ્રચારમાથી દૂર રાખવામાં આવે છે. જ્યારે ચૂંટણી હોય છે ત્યારે પાર્ટીનું નેતૃત્વ બધુ કામ છોડીને પાર્ટીની જીત માટે પ્રયાસ કરતું હોય છે.
આ પહેલી વાર જોવા મળ્યું છે કે હિમાચલ અને ગુજરાતમાં ચૂંટણી છે અને કોંગ્રેસના નેતા યાત્રા પર નીકળ્યા છે.  બની શકે કે એમના આવવાથી ચૂંટણીઓમાં કોંગ્રેસને નુકસાન થઈ જાય. કોંગ્રેસ ચૂંટણીને ગંભીરતાથી નથી લઈ રહી.  ગુજરાતમાં એક તરફી ચૂંટણીનો માહોલ છે, ક્યાંય કોઈ સામે મુકાબલો જ નથી.  બધી બાબતો એક તરફ છે અને નરેન્દ્ર મોદી એક તરફ છે. 


ગુજરાતે  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને તાકાત આપી છે.  ગુજરાતમાં ભાજપની જીત એવી જ થશે કે લોકો ઇતિહાસમાં યાદ રાખશે. હિમાચલમાં આમ આદમી પાર્ટી આવી જ નથી શકી કેમકે હિમાચલમાં તો ઉપર ચડવું પડે છે.  પહાડ પર ચડતા ચડતા એમના શ્વાસ ફુલાઈ ગયા એટલે ત્યાંથી ફરી પાછા ગયા. હિમાચલ અને ગુજરાતમાંથી પાર્ટીની ડિપોઝિટ પણ જવાની છે. ભ્રષ્ટાચાર વિરોધી વાત કરવા વાળા પક્ષના નેતાઓ જેલમાં છે. સત્યેન્દ્ર જૈને જેલમાં મસાજ કરાવવું દુર્ભાગ્યપૂર્ણ છે એવી નોબત જ કેમ આવી કે ભ્રષ્ટાચાર આરોપ લાગે અને જેલમાં જવું પડે.  દિલ્હીમાં પણ ટિકિટ માટે પૈસા માંગવામાં આવે છે. 


પંજાબમાં પણ ત્રણ મહિનાની અંદર એક મંત્રીને સસ્પેન્ડ કરવા પડ્યા છે.  પંજાબમાં પણ કાનૂની વ્યવસ્થા ઉપર સવાલ ઊભા થઈ રહ્યા છે. આમ આદમી પાર્ટી એવું કલ્ચર ઊભું કરી રહી છે કે આવનાર સમયમાં મોટું નુકસાન થશે.  8 તારીખે ચૂંટણીના પરિણામોમાં હિમાચલને ગુજરાતમાં ભાજપની જીત થશે