Gujarat Assembly Elections 2022: ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે આજે પ્રથમ તબક્કાનું મતદાન થવાનું છે. મતદાન પહેલા જ રાજ્યમાં હોબાળો મચી ગયો છે. નવસારી જિલ્લાની વાંસદા બેઠક પરથી ભાજપના ઉમેદવાર પિયુષ પટેલ પર અજાણ્યા લોકોએ હુમલો કર્યો હતો. હુમલામાં પિયુષ પટેલને માથામાં ઈજા થઈ હતી.


પિયુષ પટેલ પર હુમલા અંગે વાંસદા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. તેમણે કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલના સમર્થકો પર હુમલાનો આરોપ લગાવ્યો છે. ભાજપનું કહેવું છે કે કોંગ્રેસે મતદાન પહેલા સંપૂર્ણ પ્લાનિંગ સાથે આ હુમલો કર્યો છે. આ હુમલામાં પિયુષની સાથે રહેલા 4 થી 5 ભાજપના કાર્યકરો પણ ઘાયલ થયા હતા. આ સાથે કાફલામાં રહેલા 3 થી 4 વાહનોને પણ નુકસાન થયું છે.


કોંગ્રેસ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા


હુમલા બાદ ભાજપના કાર્યકરોએ હોબાળો મચાવ્યો હતો અને કોંગ્રેસ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. વાંસદા તાલુકાના ઝરી ગામમાં અજાણ્યા લોકોએ એક વાહન પર હુમલો કર્યો હતો જેમાં પિયુષ અને ભાજપના કેટલાક કાર્યકરો મુસાફરી કરી રહ્યા હતા. હાલ મામલો વાંસદા પોલીસ મથકે પહોંચ્યો છે.


વાંસદા 177 વિધાનસભાના ઉમેદવાર પીયુષ પટેલ ચીખલીથી પોતાના ઘરે જઈ રહ્યા હતા. એ દરમિયાન ઝરી ગામ નજીક 30 થી 40 અજાણ્યા લોકોએ એમના ઉપર હુમલો કર્યો હતો અને એમની ગાડીને નુકસાન પહોંચાડ્યું હતું. પિયુષ પટેલ સાથે આવેલા એમના સમર્થકો પર પણ જીવલેણ હુમલો કર્યો હતો. આ હમલામાં પિયુષ પટેલને ગંભીર ઇજાઓ પહોંચી છે અને હાલમાં તેઓને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. સમગ્ર મામલાને લઈને પીયુષ પટેલ હવે પોલીસ ફરિયાદ નોંધાવાની તૈયારી કરી રહ્યા છે. ધારાસભ્ય અનંત પટેલ અને એના સમર્થકોએ હુમલો કરાવવાનો આક્ષેપ પિયુષ પટેલ દ્વારા કરવામાં આવ્યો છે.


આજે પ્રથમ તબક્કાનું મતદાન થશે


ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કા માટે આજે (1 ડિસેમ્બર) 19 જિલ્લામાં મતદાન થવાનું છે. કુલ 89 બેઠકો પર મતદાન થશે. સવારે 8 થી સાંજના 5 વાગ્યા સુધી 14,382 મતદાન મથકો પર મતદાન થશે. આજે કુલ 788 ઉમેદવારો ઈવીએમમાં ​​કેદ થશે. ચૂંટણીના પ્રથમ તબક્કાનો પ્રચાર (29 નવેમ્બરે) સાંજે 5 વાગ્યે સમાપ્ત થશે.


25,434 મતદાન મથકો



ચૂંટણી પંચે પ્રથમ તબક્કા માટે કુલ 25,434 મતદાન મથકો બનાવ્યા છે જેથી મતદારોને કોઈ સમસ્યાનો સામનો કરવો ન પડે. તેમાંથી 9,018 શહેરી મતદાન મથકો અને 16,416 ગ્રામીણ મતદાન મથકો છે. જણાવી દઈએ કે દક્ષિણ ગુજરાત અને કચ્છ-સૌરાષ્ટ્ર ક્ષેત્રના 19 જિલ્લાઓની કુલ 89 બેઠકો માટે 788 ઉમેદવારો મેદાનમાં છે