Gujarat Election 2022: મહેસાણાના ખેરાલુમાં સીઆર પાટીલે વિપક્ષ પર પ્રહાર કર્યા હતા. તેમણે એમ પણ કહ્યું કે, મારે તો એવા કાર્યકર્તા જોઈએ છે કે સીટ જીતાડે. આ વિસ્તારમાં 30000 પેજ કમિટીના સદસ્ય છે. જ્યાં એક ઘરના 3 મત પડે તો 90000 મત પડે. દોઢ લાખ મતમાંથી 90000 મળે એટલે આપણી જીત નિશ્ચિત છે. પીએમએ વલસાડમાં કહેલું કે, હું ચુંટણી મારો રેકોર્ડ તોડવા જ લડી રહ્યો છું. આપણે પીએમને ખાતરી આપીએ કે આપણે બધા જ રેકોર્ડ તોડીશું. 


ભાજપમાં કોઈ પણ કાર્યકર્તાને ટિકિટ મળી શકે


આ ઉપરાંત તેમણે એમ પણ કહ્યું કે, બીજી પાર્ટીઓ જ્ઞાતિ જ્ઞાતિના ભાગલા પડાવે છે. ભાજપનો કાર્યકર્તા જીતે છે અને સત્તા પ્રાપ્ત કરી સેવા કરે છે. સત્તાનો ઉપયોગ કરનારને કાઈ નડતું નથી. બીજા પાંચ વર્ષ પણ ભાજપ આગળ વધી રહી છે. વિરોધીઓને પૂછશો તો પણ કહેશે કે સરકાર પણ ભાજપની જ બનશે. આપણું પેટ મોટું એટલે ઓછી સીટો ના ચાલે. 150થી વધુ સીટો જ જોઈએ. પીએમ અને અમિત શાહે એક એક કાર્યકર્તાને શોધી શોધીને ટિકિટ આપી છે. કોઈ બિલ્ડર નહિ કે કોઈ મોટો માણસ નહિ. ભાજપમાં કોઈ પણ કાર્યકર્તાને ટિકિટ મળી શકે છે. 


રેવડીવાળા મહાઠગ છે એનું નામ ના લો


 ઊંઝાથી દિનેશ પટેલે ટિકિટ માંગેલી પણ ખેરાલુ આવ્યા. મે પૂછ્યું કે નારાજ છો કે શું ? તો કહ્યું કે બંનેને જીતાડીશું. ખેરાલુમાં ટિકિટ નહિ મળેલ રેખાબેન ચૌધરી સાથે પણ વાત થઈ કે જેમ ના આવ્યા. તો બીજા ઉમેદવારને જીતાડવા કામે લાગી ગયા એમ જણાવેલ. કોઈ રેવડી વાળો કોઈને નુકશાન ના પહોચાડે જોજો. રેવડી વાળાને કહ્યું કે, 8 તારીખ પછીની ટિકિટ કેન્સલ કરાવી દયો અત્યારથી જ. 8 તારીખ પછી કેજરીવાલને ક્યાંય જવાની જરૂર જ નહિ પડે. રેવડીવાળા મહાઠગ છે એનું નામ ના લો મહાઠગ જ કહો. જેટલી રેવડી આપી છે એના પૈસા ગણો તો પણ બજેટ બહાર જાય છે બાકીના પૈસા આવશે ક્યાંથી ? 


પ્રાદેશિક પાર્ટીઓને મત આપવાથી મત બગડે છે


ભ્રષ્ટાચારની વાત કરી ને કેજરીવાલ ગેરમાર્ગે દોરે છે.  જે માણસના અનેક મિનિસ્ટરો જેલમાં છે, થોડા દિવસ બાદ એવું લાગે છે કે એને કેબિનેટ જેલમાં બોલાવવી પડશે. એવા માણસનો ભરોસો નહિ કરવો જોઈએ.  પ્રાદેશિક પાર્ટીઓને મત આપવાથી મત બગડે છે અને દેશ અસુરક્ષિત થઈ જાય છે. કોંગ્રેસ નેશનલ પાર્ટી હતી અને એમ કહેતી હતી કે થાંભલો ઊભો હોય તો પણ જીતી જાય.  પણ હવે કોઈ ના જીતી શકે. કોંગ્રેસ પરિવારની પાર્ટી બની ગઈ છે માં દીકરો અને જમાઈ જ છે બધે. કાકા મામા પૌત્રો બધા એમના જ છે કોંગ્રેસ પાર્ટીમાં. ભાજપમાં પરિવાર વાદને સ્થાન નથી. 


પાકિસ્તાન ના ઘરમાં જઈ ને મોદીએ બે વાર જવાબ આપ્યો છે એ મોદીની તાકાત છે.  ચાઇના પણ આગળ વધવાની કોશિશ કરે તો મોદી આગળ ઊભા રહી જાય તો ચાઇના પાછળ હટી જાય. ચાઇના બોર્ડર અંદર આવે તો લાશ પાછી જાય છે. 27 વર્ષ બાદ પણ ફરીથી ભાજપ સરકાર લાવવા માટે લોકોને વિનંતી છે.