Gujarat Election 2022: ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈ તમામ રાજકીય પક્ષના નેતાઓ એકબીજા પર આકરા પ્રહારો કરી રહ્યા છે. AAPના સંયોજક અરવિંદ કેજરીવાલને કૉંગ્રેસ પ્રભારી રઘુ શર્માએ જડબાતોડ જવાબ આપ્યો છે. રઘુ શર્માએ કેજરીવાલને ગુજરાતી ભાષામાં જ જવાબ આપ્યો છે. કેજરીવાલની પાર્ટી AAPનું ગુજરાતમાં ખાતુ નહીં ખૂલવાનો રઘુ શર્માએ દાવો કર્યો છે. એટલું જ નહીં AAPને ભાજપની બી ટીમ પણ ગણાવી છે. કેજરીવાલ બાદ રઘુ શર્માએ પણ લેખિતમાં કહ્યું કે ગુજરાતમાં AAPનું ખાતું નહીં ખુલે.
આમ આદમી પાર્ટી ભાજપની બી ટીમ બનીને કામ કરી રહી છે. આરોપ લગાવ્યો પંજાબ કૉંગ્રેસના અધ્યક્ષ અમરિંદર રાજા બ્રારે. કૉંગ્રેસને નબળી બનાવવા માટે ભાજપે આમ આદમી પાર્ટીને ગુજરાતમાં મોકલી હોવાનું કહી તેમણે નિશાન સાધ્યું છે.
Gujarat Assembly Elections: જાણો રાજકીય પાર્ટીઓએ કેટલા ગુનાહિત ઈતિહાસ ધરાવતા ઉમેદવારોને આપી ટિકિટ
788 ઉમેદવારોમાંથી 167 ઉમેદવારો (21 ટકા) ગુનાઓ ધરાવે છે. 167 ઉમેદવારમાંથી 100 (13 ટકા) સામે ગંભીર ગુનાઓ દાખલ છે. 2017માં પ્રથમ તબક્કામાં ઉભા રહેલા 923 ઉમેદવારમાંથી 137 ઉમેદવાર (15 ટકા) ગુનાહિત ઇતિહાસ ધરાવતા હતા. જ્યારે 2017માં 78 ઉમેદવાર (8 ટકા) ગંભીર ગુનાહિત ઇતિહાસ ધરાવતા હતા. 2017 કરતા 2022માં ગંભીર ગુનાઓના ઉમેદવાર વધુ છે. 211 ઉમેદવારો કરોડપતિ હોવાનું સામે આવ્યું છે. પ્રથમ તબક્કાના 27 ટકા ઉમેદવાર કરોડપતિ છે. 2.88 કરોડ ઉમેદવારોની સરેરાશ મિલકત છે.
ગંભીર ગુનાવાળા ઉમેદવારોની વાત કરીએ તો, AAP પક્ષના કુલ 88 ઉમેદવારોમાંથી 26 (30%), INC ના કુલ 89 ઉમેદવારોપૈકી 18 (20%), BJP ના 89 11 (12%) જ્યારે BTPના 14 ઉમેદવારો પૈકી 1 (7%) ઉમેદવારો ગંભીર ગુનાઓ વાળા છે. મહિલાઓ સામેના ગુનાઓ ધરાવતા ઉમેદવાર. કુલ 9 ઉમેદવારની સામે મહિલાઓ સામે અત્યાચારના ગુનાઓ દાખલ છે. મર્ડર ને લગતા ગુનાઓ – 3 ઉમેદવારો સામે IPC -302 મુજબ ના ગુનાઓ દાખલ થયેલા છે. જ્યારે 12 ઉમેદવારની સામે IPC 307 મુજબના ગુનાઓ દાખલ થયેલા છે, તેવું ઉમેદવારોએ જાહેર કર્યું છે. 25 વિધાનસભા મતક્ષેત્રોમાં ત્રણ થી વધુ ઉમેદવારો ગુનાઇત ઇતિહાસ ધરાવે છે, એટલે એમને રેડ એલર્ટ મતક્ષેત્રો કહેવામાં આવ્યા છે. 2017 માં રેડ અલર્ટ મતક્ષેત્રોની સંખ્યા 21 (24%) હતી.