Gujarat Election 2022: કૉંગ્રેસના MLA સંતોકબેન આરેઠિયા અને ગ્રામજનો વચ્ચે બબાલ થઈ છે. અમરાપરમાં ચૂંટણી પ્રચાર સમયે લોકોએ વિરોધ કર્યો હતો. ચૂંટણી પ્રચાર કરી રહેલા કોંગ્રેસના ઉમેદવારની કાર પર પથ્થરમારાની ઘટના સામે આવતા ચકચાર મચી ગઈ છે. આ તરફ પથ્થરમારા બાદ મારામારીના દ્રશ્યો પણ સર્જાયા હોવાનું સામે આવ્યું છે. જોકે મહત્વનું છે કે, તાજેતરમાં જ રાપર સીટ ઉપર ભાજપના ઉમેદવારે કોંગ્રેસના ઉમેદવારને સુરક્ષા આપવા પત્ર લખ્યો હતો.
કચ્છ જિલ્લાની રાપર વિધાનસભાની બેઠક પર કોંગ્રેસના ધારાસભ્યની કાર ઉપર પથ્થરમારાની ઘટના સામે આવી છે. રાપરમાં કોંગ્રેસના ધારાસભ્ય સંતોકબેન એરેઠિયા અને અને હાલની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર અને તેમના પતિ બચુભાઈ અરેઠીયા ચૂંટણી પ્રચાર કરી રહ્યા હતા. આ દરમ્યાન અમરાપર ગામે તેમની કાર ઉપર અચાનક પથ્થરમારો થયો હતો.
કચ્છની રાપર બેઠકના કૉંગ્રેસના ધારાસભ્ય સંતોકબેન આરેઠિયાનોઅમરાપર ગામે વિરોધ થયો હતો. શરૂઆતમાં તો બોલાચાલી થઈ બાદમાં સંતોકબહેન અરેઠિયાના સમર્થકો સાથે ગ્રામજનોની ઝપાઝપી પણ થઈ હતી. સંતોકબહેને કામ ન કર્યા હોવાનો ગ્રામજનોનો આરોપ લગાવ્યો છે. કૉંગ્રેસે આ વખતે તેમના પતિને ટિકિટ આપી છે.
Gujarat Assembly Elections: જાણો રાજકીય પાર્ટીઓએ કેટલા ગુનાહિત ઈતિહાસ ધરાવતા ઉમેદવારોને આપી ટિકિટ
788 ઉમેદવારોમાંથી 167 ઉમેદવારો (21 ટકા) ગુનાઓ ધરાવે છે. 167 ઉમેદવારમાંથી 100 (13 ટકા) સામે ગંભીર ગુનાઓ દાખલ છે. 2017માં પ્રથમ તબક્કામાં ઉભા રહેલા 923 ઉમેદવારમાંથી 137 ઉમેદવાર (15 ટકા) ગુનાહિત ઇતિહાસ ધરાવતા હતા. જ્યારે 2017માં 78 ઉમેદવાર (8 ટકા) ગંભીર ગુનાહિત ઇતિહાસ ધરાવતા હતા. 2017 કરતા 2022માં ગંભીર ગુનાઓના ઉમેદવાર વધુ છે. 211 ઉમેદવારો કરોડપતિ હોવાનું સામે આવ્યું છે. પ્રથમ તબક્કાના 27 ટકા ઉમેદવાર કરોડપતિ છે. 2.88 કરોડ ઉમેદવારોની સરેરાશ મિલકત છે.
ગંભીર ગુનાવાળા ઉમેદવારોની વાત કરીએ તો, AAP પક્ષના કુલ 88 ઉમેદવારોમાંથી 26 (30%), INC ના કુલ 89 ઉમેદવારોપૈકી 18 (20%), BJP ના 89 11 (12%) જ્યારે BTPના 14 ઉમેદવારો પૈકી 1 (7%) ઉમેદવારો ગંભીર ગુનાઓ વાળા છે. મહિલાઓ સામેના ગુનાઓ ધરાવતા ઉમેદવાર. કુલ 9 ઉમેદવારની સામે મહિલાઓ સામે અત્યાચારના ગુનાઓ દાખલ છે. મર્ડર ને લગતા ગુનાઓ – 3 ઉમેદવારો સામે IPC -302 મુજબ ના ગુનાઓ દાખલ થયેલા છે. જ્યારે 12 ઉમેદવારની સામે IPC 307 મુજબના ગુનાઓ દાખલ થયેલા છે, તેવું ઉમેદવારોએ જાહેર કર્યું છે. 25 વિધાનસભા મતક્ષેત્રોમાં ત્રણ થી વધુ ઉમેદવારો ગુનાઇત ઇતિહાસ ધરાવે છે, એટલે એમને રેડ એલર્ટ મતક્ષેત્રો કહેવામાં આવ્યા છે. 2017 માં રેડ અલર્ટ મતક્ષેત્રોની સંખ્યા 21 (24%) હતી.