નવી દિલ્હીઃ દિલ્હીની મ્યુનિસિપલ કોર્પોરેશન અને ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી વચ્ચે દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ ભાજપ પર મોટો આરોપ લગાવ્યો છે. સિસોદિયાએ ટ્વિટ કરીને કહ્યું હતું કે 'MCD અને ગુજરાત ચૂંટણીમાં હારના ડરથી બીજેપી સીએમ અરવિંદ કેજરીવાલને મારવાનું કાવતરું ઘડી રહી છે. સિસોદિયાનું આ નિવેદન ત્યારે આવ્યું જ્યારે બીજેપી સાંસદ મનોજ તિવારીએ AAP અને કેજરીવાલ વિશે ટ્વિટ કર્યું હતું. તિવારીએ કહ્યું હતું કે AAP કાર્યકર્તાઓ અને જનતા કેજરીવાલથી નારાજ છે.






મનોજ તિવારીના ટ્વીટ બાદ AAPના વરિષ્ઠ નેતા અને દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ ટ્વિટ કરીને આરોપ લગાવ્યો હતો કે ભાજપના દિલ્હીના પૂર્વ અધ્યક્ષ અને સાંસદ મનોજ તિવારી ખુલ્લેઆમ પોતાના ગુંડાઓને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર હુમલો કરવા માટે કહી રહ્યા છે અને તેમણે આ માટે સંપૂર્ણ પ્લાનિંગ કર્યું છે. આ સમગ્ર મામલે આમ આદમી પાર્ટીએ પણ નિવેદન જાહેર કર્યું છે.






AAPએ કહ્યું હતું કે અમે ધમકીઓની સખત નિંદા કરીએ છીએ. AAPને દિલ્હી અને ગુજરાતથી મળી રહેલા જંગી જનસમર્થનથી ભાજપ ડરી ગયો છે. તે અરવિંદ કેજરીવાલને મારી નાખવાની ધમકી આપી રહી છે. આ દિલ્હી અને દેશના લોકોનું અપમાન છે. સીએમ અરવિંદ કેજરીવાલને ભાજપની ધમકીથી સ્પષ્ટ છે કે તેમને લોકશાહી પર વિશ્વાસ નથી અને ભાજપ તેમને ધમકી આપવા માટે કોઈપણ હદ સુધી જઈ શકે છે.


સિસોદિયાએ કહ્યું- પહેલા બીજેપીના લોકો માત્ર બીજાને ગાળો આપતા હતા, પરંતુ હવે આ લોકોએ જાનથી મારી નાખવાની ધમકી પણ આપવાનું શરૂ કરી દીધું છે. જો મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ કે AAPના અન્ય કોઈ નેતા કે કાર્યકરને કંઈ થશે તો તેના માટે સીધી રીતે ભાજપ જવાબદાર રહેશે.