Gujarat Assembly Election 2022: આગામી વિધાનસભા ચૂંટણીને લઇને ભાજપના ઉમેદવારોની યાદી આજે જાહેર થશે. વડાપ્રધાન મોદી, અમિત શાહની અધ્યક્ષતામાં ગઇકાલે મોડી રાત સુધી આ અંગે મંથન કરવામાં આવ્યું હતું. સૂત્રોના મતે ભાજપ આ વખતે 25 ટકાથી વધુ નવા ચહેરાઓને મેદાનમાં ઉતારી શકે છે. ભાજપ રૂપાણી સરકારના અનેક મંત્રીઓની ટિકિટ કાપી શકે છે.


સૂત્રોના જણાવ્યા મુજબ, જે ઉમેદવારને ટીકીટ મળશે તેવા ઉમેદવારોને ફોન કરીને સૂચનાઓ આપવામાં આવી છે. મોડી રાત્રે દિલ્હીથી ફોન કરીને ઉમેદવારોને જાણ કરવામાં આવી છે.
 દસાડા- પી કે પરમાર



  • વઢવાણ- જીગાબેન પંડ્યા

  • ચોટીલા- શ્યામજીભાઈ

  • ગઢડા- શંભુનાથ ટૂંડિયા

  • ગીર સોમનાથ માનસિંહભાઈ

  • અમરેલી કૌશિક વેકરિયા  

  • ધ્રાંગધ્રા પ્રકાશ વરમોરા

  • લીમડી કિરીટસિંહ રાણા

  • વરાછા કુમાર કાનાણી

  • ડી કે સ્વામી – જંબુસર

  • અરુણસિંહ રણા – વાગરા

  • રમેશ મિસ્ત્રી – ભરૂચ

  • ઈશ્વર પટેલ - અંકલેશ્વર

  • રિતેશ વસાવા - ઝઘડિયા

  • અબડાસા- પ્રદુમસિંહ જાડેજા


ગુજરાતમાં ક્યારે છે ચૂંટણી


ગુજરાત વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં યોજાશે. 1 ડિસેમ્બરે પ્રથમ તબક્કાનું અને 2 ડિસેમ્બરે બીજા તબક્કાનું વોટિંગ થશે. 8 ડિસેમ્બરે પરિણામ જાહેર થશે.


રૂપાણી સરકારના કેટલા મંત્રીઓના પત્તા કપાશે, જાણો આ રહ્યુ લિસ્ટ?


ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ભાજપની યાદી જાહેર થાય તે અગાઉ મોટા સમાચાર આવ્યા છે. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી સરકારના આઠ મંત્રીઓ ચૂંટણી લડશે નહીં. વિજય રૂપાણી, નીતિન પટેલે ચૂંટણી લડવાનો ઇનકાર કર્યો છે. સૂત્રોના મતે અન્ય છ મંત્રીઓના પણ પત્તા કપાશે. પ્રદીપસિંહ જાડેજા, સૌરભ પટેલ, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા પણ ચૂંટણી લડશે નહીં. બોટાદ બેઠક પરથી સૌરભ પટેલ, ધોળકા બેઠક પરથી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાનું પત્તુ કપાશે. વટવા બેઠક પરથી પ્રદીપસિંહ જાડેજાનું પત્તુ કપાવવાનું નક્કી છે.


ઉપરાંત વિભાવરીબેન દવેનું પણ પત્તુ કપાઇ શકે છે. વલ્લભ કાકડિયા, કૌશિક પટેલ, યોગેશ પટેલના પણ પત્તા કપાઇ શકે છે.ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ વિધાનસભાની ચૂંટણી નહી લડવાની જાહેરાત કરી હતી. તેમણે પક્ષને જીતાડવા માટે મહેનત કરવાન પણ સંકલ્પ વ્યક્ત કર્યો હતો. વિજય રૂપાણી બાદ પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પણ ચૂંટણી નહી લડવાની જાહેરાત કરી હતી.


ઉલ્લેખનીય છે કે 2017માં રાજકોટ પશ્વિમ બેઠક પરથી વિજય રૂપાણી ચૂંટણી લડ્યા હતા. વિજય રૂપાણી હાલમાં પંજાબ ભાજપના પ્રભારી છે. આ વિધાનસભા ચૂંટણીમાં રાજકોટ પશ્વિમ બેઠક પર નવા ચહેરાની પસંદગી થશે તે નક્કી છે. નીતિન પટેલે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલને પત્ર લખીને ચૂંટણી નહી લડવાની વાત કરી હતી. મહેસાણા બેઠકથી ચૂંટણી નહી લડવાની નીતિન પટેલે વાત કરી હતી.