ગાંધીનગરઃ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે, ત્યારે હવે ગુજરાત કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે ભાજપને આ વખતની ચૂંટણીમાં 70થી વધુ બેઠકો નહીં જીતતી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. રાજ્યપાલને મળ્યા બાદ ગુજરાત કોંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોરે નિવેદન આપ્યું હતું. કે, AICC તરફથી કાર્યક્રમ આપવામાં આવ્યો હતો. આજે રાજ્યપાલને મળીને આવેદનપત્ર આપવાનું હતું. સમય ન આપ્યો હોત તો રાજભવનનો ઘેરાવ કરવાનો હતો.


તેમણે કહ્યું કે, ED દ્વારા અવાજ દબાવનો પ્રયાસ થઇ રહ્યો છે. પ્રધાનમંત્રી અને ગૃહ મંત્રીના હોમ સ્ટેટમાં ચૂંટણી આવી રહી છે. 70થી વધુ બેઠક ભાજપની ન આવતી હોવાનું સર્વેનું તારણ આવ્યું છે. વતનમાં પરિણામ સારું ન આવે તો બંનેને વતન આવવુ પડે. હાર ભાળી જતા રાહુલ ગાંધીને મેન્ટલી ટર્ચર કરવામાં આવે છે. ભાજપને ઇંટનો જવાબ પથ્થરથી કોંગ્રેસ આપશે.


ગુજરાતમાં હજારો બાળકો ગૂમ થઈ રહ્યા છે, તેને શોધી નથી શકતા:. આવતીકાલે દરેક જિલ્લામાં કોંગ્રેસ વિરોધ અને ધારણા કરશે.


નરેશ પટેલ નહીં જોડાય રાજકારણમાંઃ ભાજપ-કોંગ્રેસ તરફથી શું આવી પ્રતિક્રિયા?


રાજકોટઃ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે ખોડલધામના ચેરમેન નરેશ પટેલના રાજકારણમાં પ્રવેશના અહેવાલોનો અંત આવ્યો છે. આજે પત્રકાર પરીષદ કરીને નરેશ પટેલે રાજકારણમાં પ્રવેશ નહીં કરવાની જાહેરાત કરી દીધી છે. નરેશ પટેલે કહ્યું કે, વડીલો ચિંતા કરે છે અને યુવાનો અને બહેનો ઇચ્છતા હતા કે હું રાજકારણમાં જોડાવું. ખોડલધામના પ્રકલ્પોને વેગ આપવાનો મારો પ્રયાસ. હાલ રાજકારણમાં મારો પ્રવેશ હાલ પૂરતો મોકૂફ રાખીશ. શિક્ષણ આરોગ્ય અને ખેતીમાં રોલ મોડેલ તરીકે રાજકોટ નજીક અમરેલી ગામે વિકાસ કરવામાં આવશે. નરેશભાઈએ મીડિયાનો પણ આભાર માન્યો.  રાજકીય લોકોનો પણ આભાર માન્યો. ગુજરાતના અલગ અલગ સમાજના અગ્રણીઓનો આભાર માન્યો.  હાલ પુરતો મોકૂફ પણ સમય અને સંજોગો શુ કરાવે એ નક્કી નહિ.


નરેશ પટેલના રાજકારણમાં નહીં જોડાવાના નિર્ણયને ભાજપે આવકાર્યો હતો.  નરેશ પટેલના રાજકારણમા ન જોડાવવાના નિર્ણય પર સી. આર. પાટીલે કહ્યું કે, નરેશ પટેલ ખૂબ સમજદાર વ્યક્તિ છે.  સમાજ સાથે વાર્તાલાપ કર્યા બાદ તેમણે નિર્ણય કર્યો છે. નરેશ પટેલે જે નિર્ણય કર્યો તે તેમનો વ્યક્તિગત નિર્ણય છે.


નરેશ પટેલના નિર્ણય અંગે કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરનું નિવેદન પણ સામે આવ્યું છે. અમે આગાઉ વાત કરી હતી કે નરેશભાઈએ નિર્ણય કરવાનો છે. જે નિર્ણય નરેશભાઈએ લીધો છે તેને સ્વીકારીએ છીએ. અમારા તરફથી તમામ તૈયારી અમે કરી રાખી હતી.


ખોડલધામ ખાતે નરેશ પટેલની મીટીંગ મળી હતી. ખોડલધામનાં ટ્રસ્ટીઓ તેમજ સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન હોદ્દેદારો તેમજ સોમનાથ અતિથિ ભવનના પ્રમુખ સાથે મિટિંગ મળી હતી. ખોડલધામ ખાતે આવેલ પ્રેસ કોન્ફરન્સ હોલમાં બંધ બારણે મિટિંગ મળી હતી. આ મીટિંગ પત્યા બાદ આજે નરેશ પટેલ રાજકારણમાં નહીં જોડાવાની જાહેરાત કરી હતી.