Gujarat Election 2022 Live Updates: આવતીકાલે ભાજપ સંકલ્પ પત્ર જાહેર કરશે

નડિયાદમાં મહુધાની વિધાનસભાની બેઠક પર  સંજય મહિડાને ભાજપે ટિકિટ આપી છે

gujarati.abplive.com Last Updated: 25 Nov 2022 12:55 PM

બ્રેકગ્રાઉન્ડ

Gujrat Election 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યાં છે ત્યારે  ફરી ભાજપનું રાજ્યમાં શાસન લાવવા ભાજપ એડીચોટીનું જોર કરી રહી છે.  આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ...More

આવતીકાલે ભાજપ સંકલ્પ પત્ર જાહેર કરશે

આવતીકાલે ભાજપ સંકલ્પ પત્ર જાહેર કરશે. ભાજપના સંકલ્પપત્રને લઈ ABP અસ્મિતા પાસે એક્સક્લુસિવ જાણકારી છે. ભાજપ ચૂંટણી ઢંઢેરામાં 'અગ્રેસર' શબ્દનો ઉપયોગ કરશે. સૂત્રોની માહિતી પ્રમાણે અગ્રેસર ખેતી, અગ્રેસર અર્થતંત્ર, અગ્રેસર ગવર્નન્સ ભાજપનો મંત્ર હશે. .સાથે જ રોજગારી, રોકાણને ભાજપના મેનિફેસ્ટોમાં મહત્વ હશે. પ્રાથમિક સુવિધાઓ, મહિલાઓની સુરક્ષા, શિક્ષણ, આરોગ્યલક્ષી સુવિધાઓને પણ ભાજપના મેનિફેસ્ટોમાં મહત્વ આપવામાં આવ્યું છે.