Gujarat Election 2022 Live Updates: ભાજપ તમને આદિવાસી નહીં પણ વનવાસી કહીને તમારી ઓળખ ભુલાવી રહ્યા છે- રાહુલ ગાંધી

ગુજરાતમાં 27 વર્ષ બાદ સત્તા પરિવર્તન થશે

gujarati.abplive.com Last Updated: 21 Nov 2022 04:08 PM
ભાજપ વનવાસી કહીને તમારી ઓળખ ભુલાવી રહ્યા છેઃ રાહુલ ગાંધી

જંગલ જમીન અને પર્યાવરણ વિષે આદિવાસીઓ જેટલું કોઈ જાણતું નથી. ભાજપ તમને આદિવાસી નહીં પણ વનવાસી કહીને તમારી ઓળખ ભુલાવી રહ્યા છે.

આદિવાસીઓ સાથે મારો અને મારા પરિવારનો જૂનો સંબંધઃ રાહુલ ગાંધી

આદિવાસીઓ સાથે મારો અને મારા પરિવારોનો બહુજ જૂનો પારિવારિક સબંધ છે. હું નાનો હતો ત્યારે મારી દાદીએ મને એક ચોપડી આપી અને મને જણાવ્યું કે આદિવાસીઓ ભારત દેશના પહેલા અને અસલી માલિક છે.

દેશમાંથી નફરતને ખતમ કરવા માટે ભારત જોડો યાત્રાઃ રાહુલ ગાંધી

દરેક જાતિ અને ધર્મના લોકો ઉત્સાહ અને ઉમંગથી જોડાય છે અને અમે સૌ આ દેશમાંથી નફરતને ખતમ કરવા આ યાત્રા કરી રહ્યા છીએ.





રાહુલ ગાંધીની રેલી

મતદારને મળવા જવું એ પણ તીર્થયાત્રાઃ મોદી

બે દશકમાં ભરૂચ જિલ્લાના ઉદ્યોગોની સંખ્યા કૂદકે ને ભૂસકે વધી છે

બે દશકમાં ભરૂચ જિલ્લાના ઉદ્યોગોની સંખ્યા કૂદકે ને ભૂસકે વધી છે. 20 વર્ષની અંદર ભરૂચ અને ગુજરાત બદલાયું છે. ફર્ટીલઇઝર, કેમિકલ, દવાઓની મોટામાં મોટી કંપનીઓ ભરૂચમાં છે.

પીએમ મોદીએ ભરૂચના જંબુસરમાં ચૂંટણી સભા સંબોધી

આજે પીએમ મોદીએ સુરેન્દ્રનગરના દૂધરેજ બાદ ભરૂચના જંબુસરમાં ચૂંટણી સભા સંબોધી. જ્યા તેમણે કહ્યું કોરોના કાળમાં ભરૂચમાં બનેલી દવાએ દુનિયામાં અનેક લોકોના જીવ બચાવ્યા છે. એક જમાનામાં ભૂરચ જિલ્લામાં ગરીબોના રાશનકાર્ડ પણ લૂંટી લેવાતા હતા.





જામનગર એરપોર્ટ પર કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે ભાજપના ઉમેદવાર રીવા બા અને ક્રિકેટર રવિન્દ્ર જાડેજા સાથે મુલાકાત કરી હતી

ચૂંટણીમાં ભાજપની કારમી હાર થશે

વિધાનસભાની ચૂંટણી અગાઉ અરવિંદ કેજરીવાલે મોટો દાવો કર્યો છે. વિધાનસભાની ચૂંટણીમાં 38 ટકાથી ઓછા મત મળશે. આ ચૂંટણીમાં કોગ્રેસને પાંચથી ઓછી બેઠકો મળશે. ગુજરાતમાં 27 વર્ષ બાદ સત્તા પરિવર્તન થશે. કોગ્રેસ રેસની બહાર છે, મત આપવો બેકાર છે. ગુજરાતમાં ભાજપ અને આપ વચ્ચે ચૂંટણી છે. ચૂંટણીમાં ભાજપની કારમી હાર થશે. આપને 92થી વધુ બેઠકો જીતવાનો કેજરીવાલે દાવો કર્યો હતો.

વડાપ્રધાન મોદીએ કહ્યું કે અઘરા કામ કરવા માટે જ મને બેસાડ્યો છે

વડાપ્રધાન મોદીએ કહ્યું કે અઘરા કામ કરવા માટે જ મને બેસાડ્યો છે. 10 વર્ષ અગાઉ ગુજરાતમાં 24 કલાક વીજળી પહોંચી ગઇ છે. ડેરી સેક્ટરમાં સુરેન્દ્રનગર જિલ્લાએ મોટો પ્રભાવ ઉભો કર્યો છે. 24 કલાક વિજળીથી દૂધને સાચવવામાં અને દૂધની ક્વોલિટી સારી થઇ છે. આજે ગુજરાતમાં લગભગ પોણા બસો લાખ મેટ્રિક ટન દૂધનું ઉત્પાદન થાય છે. સુરસાગર ડેરી તો સુખસાગર ડેરી થઇ ગઇ છે.

આ ચૂંટણી અમે નહી, ગુજરાતની જનતા લડી રહી છે

વડાપ્રધાન મોદીએ કહ્યું કે નર્મદા યોજનાનો સૌથી વધુ લાભ સુરેન્દ્રનગર જિલ્લાને મળ્યો છે. નામ લીધા વિના વડાપ્રધાન મોદીએ રાહુલ ગાંધી પર પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે જેમને પદ પરથી જનતાએ હટાવ્યા તેઓ આજે યાત્રા કરી રહ્યા છે. નર્મદા વિરોધીઓને સજા કરવા માટે આ ચૂંટણી બનવી જોઇએ. નર્મદા વિરોધીઓની સાથે યાત્રા કરી રહ્યા છે. ઝાલાવાડની ધરતી પર તપસ્વી સંતોના આશીર્વાદ મળ્યા છે. સંતોએ મને ભવ્ય વિજયની શુભકામના આપી છે. મુખ્યમંત્રી હતો ત્યારે પણ સુરેન્દ્રનગર જિલ્લામાં છાશવારે આવતો હતો. સુરેન્દ્રનગરની જનતાએ ભાજપની સરકાર બનાવવાનું નક્કી કરી લીધું છે. આ ચૂંટણી અમે નહી, ગુજરાતની જનતા લડી રહી છે.

વડાપ્રધાન મોદી દૂધરેજમાં સભા સંબોધશે

વડાપ્રધાન મોદી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ઝંઝાવાતી પ્રચાર કરશે. પીએમ મોદીની આજે ત્રણ જનસભા યોજાશે. તેઓ દૂધરેજમાં પહોંચ્યા છે. પીએમની સભામાં મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા છે

દહેગામ બેઠક પરથી અપક્ષ ઉમેદવાર કામિનીબા રાઠોડ ફોર્મ પરત ખેંચી શકે છે

દહેગામ બેઠક પરથી અપક્ષ ઉમેદવાર કરનાર કામિનીબા રાઠોડ ફોર્મ પરત ખેંચી શકે છે. દહેગામ વિધાનસભા બેઠક પર કામિનીબા રાઠોડે અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. જો કે આજે બીજા તબક્કાનો ચૂંટણી માટે ફોર્મ ખેંચવાનો અંતિમ દિવસ છે. ત્યારે કામિનીબા આજે ફોર્મ પરત ખેંચી શકે છે. કામિનીબા રાઠોડ પૂર્વ ધારાસભ્ય છે.

ધાકધમકી આપતા લોકોથી નહી ડરવાની હીરા સોલંકીની અપીલ

રાજુલા વિધાનસભા બેઠક ભાજપના ઉમેદવાર હીરા સોલંકીએ ધાકધમકી આપતા લોકોથી નહીં ડરવાની અપીલ કરી છે. તેમણે કહ્યું કે ધાક ધમકી આપતા હોય તેવા લોકોથી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને ડરવાની જરૂર નથી. ખૂબ સારા મતોથી જીતવા જઈ રહ્યા છીએ. ધાક ધમકી આપવા અહીંયા જે લોકો નીકળ્યા છે.તે લોકોના ડબ્બા હું ગુલ કરી કાઢવાનો છું.

વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાનું ફોર્મ પરત ખેંચવાનો આજે અંતિમ દિવસ

વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાનું ફોર્મ પરત ખેંચવાનો આજે અંતિમ દિવસ છે. આજે 93 બેઠક પર બીજા તબક્કાની ચૂંટણીમાં કેટલા ઉમેદવારો ટકરાશે તેનું ચિત્ર સ્પષ્ટ થઇ જશે. વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કા માટે કુલ ૧૧૧૨ ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે

દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ અમરેલીમાં રોડ શો કરશે

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સાંજે પાંચ વાગ્યે અમરેલીમાં રોડ શો કરશે. તો પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનના ઉમરગામ, કપરાડા અને ધરમપુરામાં રોડ શો યોજાશે. તો આપના રાજ્યસભાના સાંસદ સંજય સિંહ અને રાઘવ ચઢ્ઢા પણ ચૂંટણી પ્રચારમાં જોડાશે.

બ્રેકગ્રાઉન્ડ

ગાંધીનગરઃ સિદ્ધપુરના કોગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરની મુશ્કેલીમાં વધારો થઇ શકે છે. ચંદનજી ઠાકોરના વિવાદાસ્પદ વીડિયો મામલે ભાજપે ચૂંટણી પંચમાં ફરિયાદ કરી હતી. ચંદનજીએ જ્ઞાતિ - ધર્મ આધારીત મત માગ્યા હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. રીપ્રેઝન્ટેશન ઓફ પિપલ્સ એક્ટનો ભંગ કર્યાની ભાજપે ચૂંટણી પંચમાં ફરિયાદ જણાવ્યું છે. 


વાયરલ વીડિયો મામલે ચંદનજી ઠાકોરે શું આપી હતી પ્રતિક્રિયા?


સિદ્ધપુરના ધારાસભ્ય ચંદનજી ઠાકોરના વાયરલ થયેલા વીડિયો મામલે પ્રતિક્રિયા આપતાં જણાવ્યું, સીએમ ઓફિસથી આ પ્રકારનો વીડિયો વાયરલ થાય એ દુઃખદ બાબત છે. આ વીડિયો એડિટ કરવામાં આવેલ છે અને તદ્દન ખોટો છે, શબ્દો એડિટ કર્યા  છે. જો મુખ્યમંત્રી કાર્યાલયથી આ વીડિયો વાયરલ કરવામાં આવે તો ભાજપ કેટલી હદ સુધી જઈ શકે છે. ભાજપ હંમેશા ભાઈ ભાઈ અને કોમ-કોમ વચ્ચે ઝઘડા કરાવે છે, ભાજપ હિન્દુ અને મુસ્લિમ કરીને આ ચૂંટણી જીતવા માંગે છે. ખોટી રીતે બદનામ કરવામાં આવ્યો છે, અહીંના ઉમેદવારે ફોર્મ રદ્દ કરવા માટેના પ્રયાસ કર્યા હતા.


ઉલ્લેખનીય છે કે ચંદનજી ઠાકોરના આ નિવેદનને વખોડતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પલટવાર કર્યો હતો. સીએમએ નિવેદનને અતિ શરમજનક ગણાવ્યુ હતું. મુખ્યમંત્રીએ કહ્યુ હતું કે  હાર ભાળી ગયેલી કોંગ્રેસ ફરી લઘુમતી તુષ્ટિકરણ તરફ વળી છે. કોંગ્રેસને ખબર હોવી જોઈએ કે તેને હારથી કોઈ બચાવી નહીં શકે.


બીજી તરફ  વધુ એક કૉંગ્રેસ ઉમેદવારનો વીડિયો વાયરલ થતાં ખળભળાટ મચી ગયો છે. ખેડાના મહુધાના વર્તમાન ધારાસભ્ય અને કૉંગ્રેસ ઉમેદવાર ઈન્દ્રજીતસિંહ પરમારનો વીડિયો ભાજપના મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાએ પોતાના ટ્વિટર પર વાયરલ કર્યો હતો. વીડિયોમાં ઈન્દ્રજીતસિંહ પરમાર લઘુમતી સમાજના લોકો વચ્ચે ઉભા દેખાઈ રહ્યા છે અને તેમને વચન આપી રહ્યા છે કે આ દવાખાનું અહીં જ રહેશે. બીજા વિસ્તારમાં નહીં જવા દઉં. સાથે જ એવું પણ કહી રહ્યા છે કે, લઘુમતીઓના લીધે જ હું ધારાસભ્ય બન્યો છું.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.