Gujarat Election 2022 Live Updates : ગુજરાત ભાજપની ટીમને PM મોદીએ આ વાત માટે આપ્યા અભિનંદન

ધોરાજી બેઠક પરથી કોગ્રેસના ઉમેદવાર લલિત વસોયાએ મોટું નિવેદન આપ્યું છે.

gujarati.abplive.com Last Updated: 27 Nov 2022 03:22 PM

બ્રેકગ્રાઉન્ડ

ગાંધીનગરઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી ગુજરાતના બે દિવસના પ્રવાસે આવશે. વડાપ્રધાન મોદી આજે ભરૂચ, ખેડા અને સુરતમાં ચૂંટણી સભાને સંબોધશે. ગુજરાતમાં પ્રથમ તબક્કાની ચૂંટણીના મતદાનના આડે માત્ર હવે ચાર દિવસ...More

સંકલ્પપત્રને આધારે ભાજપને હવે પહેલા કરતા વધુ સીટ મળશે

ભરૂચના  નેત્રંગમાં પીએમ મોદીએ જનસભામાં સંબોધી હતી. ગુજરાત ભાજપની ટીમને સંકલ્પપત્ર જાહેર કરવા બદલ પીએમ મોદીએ અભિનંદન પાઠવ્યા હતા. તેમણે કહ્યું કે, ગુજરાત વિકસિત થવાની દિશામાં આગળ વધી રહ્યું છે. સંકલ્પપત્રને આધારે ભાજપને હવે પહેલા કરતા વધુ સીટ મળશે. પીએમ મોદીએ વધુમાં કહ્યું કે, પહેલા 3 ધોરણ ભણીને દીકરીઓ અભ્યાસ છોડી દેતી હતી આજે આદિવાસી દીકરીઓ ભણીગણીને દેશનું નામ રોશન કરી રહી છે.