Gujarat Election 2022 Live Updates: આ ચૂંટણી આપણાં ગુજરાતના ભવિષ્યને નક્કી કરવા માટે છેઃ વડાપ્રધાન મોદી

ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો રાજ્યમાં રંગ જામ્યો છે. PM મોદી આજે ગુજરાતમાં 4 જગ્યાએ જનસભાને સંબોધિત કરશે

gujarati.abplive.com Last Updated: 24 Nov 2022 02:10 PM
વડાપ્રધાને કહ્યું હતું કે અમે નક્કી કર્યું છે, અમારે વિકાસના જ રસ્તે જવું છે

પાલનપુર બાદ મોડાસામાં પણ વડાપ્રધાન મોદીએ સભા સંબોધિત કરી હતી. વડાપ્રધાને કહ્યું હતું કે અમે નક્કી કર્યું છે, અમારે વિકાસના જ રસ્તે જવું છે, વોટ બેંકના રસ્તે નથી જવું, લોકોનું ભલું કરવું જ છે. જે સમ્સ્યાઓનું સમાધાન નાગરિકો ના કરી શકે જે માત્ર સરકારે જ કરવાનું હોય એ કામો બધા અમારે પૂરા કરવાના છે. આ ચૂંટણી આપણાં ગુજરાતના ભવિષ્યને નક્કી કરવા માટે છે આ ચૂંટણી 5 વર્ષનું ભવિષ્ય નક્કી કરવા માટે નથી, આ ચૂંટણી ગુજરાતના આગામી 25 વર્ષનો નિર્ણય કરવા માટે છે.

મોડાસા વિધાનસભા ખાતે વડાપ્રધાન મોદીએ સભા સંબોધી હતી

20 વર્ષ પહેલા કુપોષણની સમસ્યા ભારે મોટી રહી છે: PM મોદી

વીજળી પણ વેચી શકો એ દિશામાં કામ કરવાનું ચાલી રહ્યું છે: વડાપ્રધાન મોદી

ભારતની અંદર ગામડાઓમાં ગરીબી તેજ રીતે ઘટી રહી છે

ભાવનગરમાં કોંગ્રેસે અનોખા વિરોધ સાથે પ્રચાર કર્યો હતો

ભાવનગરમાં કોંગ્રેસે અનોખા વિરોધ સાથે પ્રચાર કર્યો હતો. ભાવનગર પશ્ચિમ વિધાનસભા મત વિસ્તારમાં મહિલાઓએ ગેસ સિલિન્ડર અને તેલના ડબ્બાઓ માથે મૂકીને જનતા સમક્ષ પ્રચાર અભિયાનમાં જોડાયા હતા. વધતી મોંઘવારી અને બેરોજગારીની વાત જનતા સમક્ષ મૂકી હતી. જીતુ વાઘાણીના ગઢમાં કોંગ્રેસના ઉમેદવાર કે.કે ગોહિલે ડોર ટુ ડોર પ્રચાર તેજ કર્યો છે.  દેશમાં NDA સરકારમાં વધી રહેલી મોંઘવારીનો કોંગ્રેસે પ્રચારમાં મુદ્દો બનાવ્યો.

કોગ્રેસને મત ન આપવા દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલની અપીલ

વિધાનસભાની ચૂંટણીમાં કૉંગ્રેસના સમર્થકોને કૉંગ્રેસને મત ન આપવા આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે અપીલ કરી છે. વીડિયો સંદેશના માધ્યમથી કેજરીવાલે કૉંગ્રેસના સમર્થકોને અપીલ કરી છે કે જો તમે કૉંગ્રેસના સમર્થકો હોય તો આ ચૂંટણીમાં મત આપીને તમારો મત બગાડતા નહીં.  એટલુ જ નહીં કેજરીવાલે એવુ પણ કહ્યું કે કૉંગ્રેસની સરકાર નથી બનવાની. આ ચૂંટણીમાં કૉંગ્રેસને પાંચથી ઓછી બેઠકો મળશે.

બ્રેકગ્રાઉન્ડ

Gujarat Election 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો રાજ્યમાં રંગ જામ્યો છે. PM મોદી આજે ગુજરાતમાં 4 જગ્યાએ જનસભાને સંબોધિત કરશે.  ગુજરાત વિધાનસભાની ચૂંટણીને જીતવા માટે રાજકીય પાર્ટી તાબડતોબ રેલી અને જનસભા યોજી રહી છે આજે પ્રધાનમંત્રી મોદી ગુજરાતમાં 4 વિસ્તારમાં સભાને ગજવશે. તેઓ આજે મધ્ય અને ઉત્તર ગુજરાતમાં સભા યોજશે. પાલનપુર, મોડાસા, દેહગામ, બાવળામાં PM મોદી સભા ગજવશે.  


જેમાં સૌથી પહેલા પ્રધાનમંત્રી સવારે 11 વાગ્યે પાલનપુર પહોંચશે. આ બાદ બપોરે 1 વાગ્યે તેઓ મોડાસા જશે, બપોરે 2.30 વાગ્યે તેઓ દહેગામ અને સાંજે 4 વાગ્યે બાવળામાં જનસભાને સંબોધન કરશે.   મનસુખ માંડવિયા યોજશે સભા કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા પણ આજે ગુજરાતમાં 4 સભાને સંબોધિત કરશે. તેઓ સવારે 10 વાગ્યે ટંકારા જશે બાદ 12.20 ગીર સોમનાથ જશે.


તો ઉનામાં સાંજે 4.45 વાગ્યે સભાને સંબોધિત કરશે. સાંજે 6 વાગ્યે ભૂજમાં સભા ગજવશે. પંજાબના AAPના મુખ્યમંત્રી ભગવંત માન આજે રાજપીપળામાં રોડ-શો કરશે અને જનસભા ગજવશે.તેઓ  નાંદોદના AAPના ઉમેદવાર માટે કરશે પ્રચાર ઉલ્લેખનિય છે કે,ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી માટે મતદાન બે તબક્કામાં થશે, એક અને  5 ડિસેમ્બરે, જ્યારે મત ગણતરી હિમાચલ પ્રદેશની સાથે 8 ડિસેમ્બરે થશે. ગુજરાતની કુલ 182 સભ્યોની વિધાનસભા માટે પ્રથમ તબક્કામાં 89 બેઠકો અને બીજા તબક્કામાં 93 બેઠકો પર મતદાન થશે. ગુજરાતમાં છેલ્લી છ વિધાનસભા ચૂંટણીમાં ભાજપે સતત જીત નોંધાવી છે. 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 99 બેઠકો જીતી હતી જ્યારે કોંગ્રેસને 77 બેઠકો મળી હતી.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.