Gujarat Election 2022: ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીને લઈ તમામ પક્ષો જોરશોરથી ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. ત્યારે પ્રધાનમંત્રી મોદી પણ ગુજરાતમાં પ્રચાર કરી રહ્યા છે. આજે પ્રધાનમંત્રી મોદીએ બાવળામાં ખૂબ જ મોટી જનસભા સંબોધી હતી. હવે સમાચાર સામે આવ્યા છે કે પ્રધાનમંત્રી મોદીની સુરક્ષામાં ખૂબ જ મોટી ચૂક થઈ છે. પ્રધાનમંત્રીની સભા પાસે જ  ડ્રોન ઉડાતા દોડધામ થઈ છે. ડ્રોન ઉડતા સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ છે. ત્રણ શખ્સોને ડ્રોન સહિત ઝડપી લેવામાં આવ્યા છે. 




Gujarat election 2022: બાવળામાં ભાવુક થયા PM મોદી, જાણો કોણે પ્રધાનમંત્રીને આશિર્વાદ આપ્યા


પીએમ મોદી ગુજરાતમાં એક બાદ એક સભા ગજવી રહ્યા છે. આ કડીમાં આજે પીએમ મોદીએ બાવળામાં સભા ગજવી હતી. આ અવસરે સભા સ્થળે પૂર્વ શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્ર સિંહ ચુડાસમા, અમદાવાદ ભાજપ જિલ્લા અધ્યક્ષ હર્ષદગીરી ગોસ્વામી, બાબુભાઈ પટેલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. અમદાવાદ જિલ્લાના ચારેય ઉમેદવાર હાર્દિક પટેલ, કનું પટેલ, કિરીટસિંહ ડાભી ઉપસ્થિત રહ્યા હતા.


પ્રધાનમંત્રી ભાવુક થયા


પીએમ મોદીના આગમન સાથે સભા સ્થળે મોદી-મોદીના નારા લાગ્યા હતા. વડાપ્રધાનનું પાઘડી, ગુલાબના હાર દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. પીએમ મોદીએ ભુપેન્દ્ર સિંહને સિનિયર કહીને માન આપ્યું હતું. તેમણે કહ્યું કે, બાવળા આવ્યો હોઉં અને લીલાબાના દર્શન કરું, 104 વર્ષના માણેક બા એ મને આવીને આશીર્વાદ આપ્યા. આ વાત કરતા પીએમ મોદીને ગળે ડૂમો ભરાયો હતો અને પ્રધાનમંત્રી ભાવુક થયા હતા.


તેમણે આગળ કહ્યું કે, આ મારી ચોથી સભા છે. હું ગુજરાતના ખૂણે-ખૂણે ગયો છું. ચૂંટણી તો ઘણી લડી અને લડાવી.  ચૂંટણીના નરેન્દ્ર લડે છે ના ભુપેન્દ્ર લડે છે, ચૂંટણી ઉમેદવાર પણ નથી લડતા ચૂંટણી જનતા લડે છે. અમદાવાદથી નજીકનો આ વિસ્તાર તેજીથી વિકસિત થઈ રહ્યો છે. બહુચરાજી સુધી તેનો વિકાસ થઈ રહ્યો છે. હું વડીલ મગનકાકાને ત્યા રોકાતો, બીજા દિવસે બસ મળતી. ગાંધીજી કહેતા ભારતનો આત્મા ગામડામાં વશે છે, પરંતુ કોંગ્રેસે તેની ઉપેક્ષા કરી. અમે નિર્ણય કર્યો કે માતૃભાષામાં ભણાવવું. ડોકટર અને એન્જીનીયર ફિલ્ડ માટે તે અઘરું, પરંતુ ગામડાના વિધાર્થી માટે તે મોટી વાત છે.


કોંગ્રેસને ગામડા અને શહેરો વચ્ચે ખાઈ ઉભી કરી. કોંગ્રેસના કાળમાં અહીં વિકાસ નહોતો. 200 વિઘા જમીનના માલિકને પહેલ કોઈ પૈસા નહોતુ આપતું. હવે સાણંદ અને ધોલેરાનો વિકાસ થતા, સાણંદના લોકો હવે થેલો ભરીને રિક્ષામાં રૂપિયા લાઇ જાય છે. ખેડૂતનો દીકરો ચાર બંગડી વાળી ગાડી લાવે છે. નોટો ગણવાના મશીન લાવે છે. 20 વર્ષ પહેલાં પાણીનું પણ રાશન હતું. શાળાઓ શોધવા જવી પડતી. હવે શહેરની જેમ ગામડામાં વીજળી, પાણી અને રાંધણગેસ ઉપલબ્ધ છે.