પાટણ જિલ્લામાં કોગ્રેસમાં ભંગાણ થયું હતું. મળતી જાણકારી અનુસાર, પાટણના રાધનપુરના કોંગ્રેસના ઉમેદવાર રઘુ દેસાઈ સામે બળવો કરી પાટણ જિલ્લા કોંગ્રેસના મંત્રી લક્ષ્મણ આહીર ભાજપમાં જોડાયા હતા. રાધનપુરમાં અલ્પેશ ઠાકોરની સભા યોજાઈ હતી. જેમાં કાર્યકર્તાઓએ કોંગ્રેસને રામ રામ કર્યા હતા. લક્ષ્મણ આહીર સહિત 200થી વધારે કોંગ્રેસ કાર્યકર્તાઓએ ભાજપનો કેસરિયો ધારણ કર્યો હતો.
રાધનપુરમાં યોજાયેલી અલ્પેશ ઠાકોરની સભામાં કાર્યકર્તાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું અને ભાજપમાં જોડાયા હતા. રાધનપુર કોંગ્રેસના ઉમેદવાર રઘુ દેસાઈ સામે કોંગ્રેસના કાર્યકરોએ બળવો કર્યો હતો.
Massage Row : AAPના સત્યેન્દ્ર જૈનને જેલમાં મસાજ આપી રહેલા આરોપીને લઈ BJPનો સનસની ઘટસ્ફોટ
Satyendar Jain Massage Row : જેલની અંદર આમ આદમી પાર્ટીના નેતા સત્યેન્દ્ર જૈન દ્વારા કરાવવામાં આવતા મસાજને લઈને ભાજપે ઘટનાને સરમજનક ગણાવતા આકરા પ્રહારો કર્યા છે. સત્યેન્દ્ર જૈન જૈનને મસાજ કરનાર ફિઝિયો થેરાપિસ્ટ બળાત્કારી હોવાનો અને જેલમાં રહીને પણ કેદીના કપડા નહીં પહેરવા પર પણ ભાજપે આરોપોની વણઝાર સર્જી દીધી છે.
ભાજપના નેતા અને પ્રવકતા ગૌરવ ભાટિયાએ કહ્યું છે કે, પહેલા તો અરવિંદ કેજરીવાલ સમગ્ર મામલે માફ માંગે અને તત્કાલ જૈનને મંત્રી પદેથી હટાવે. તેમને જણાવ્યું હતું કે, જૈનને માલિશ કરનારો વ્યક્તિ એક પોતે ગંભીર કેસનો આરોપી છે. તેના વિરૂદ્ધ પોક્સો એક્ટ અંતર્ગત આરોપો લાગેલા છે.
બેશરમ વ્યક્તિ કેજરીવાલને પણ પોતાના ગુરુ માને છે
ભાજપના પ્રવક્તા ગૌરવ ભાટિયાએ કહ્યું હતું કે, "બે દિવસ પહેલા જ અરવિંદ કેજરીવાલની હરકતો અને સત્યેન્દ્ર જૈનના મસાજની ઘટનાથી સમગ્ર ભારતની લોકશાહી શર્મશાર બની હતી. અમે કહ્યું હતું કે, આ આમ આદમી પાર્ટી નથી, આ સ્પા-મસાજ પાર્ટી છે. જો કોઈ અન્ય રાજકીય પક્ષ હોત અને કોઈ ભ્રષ્ટ અને અપ્રમાણિક પ્રધાન દ્વારા માલિશ કરવામાં આવી હોત તો તે પક્ષના વડાએ કાન પકડીને જનતાની માફી માંગી હોત. કહેત કે મને માફ કરજો, હું બંધારણ હેઠળ લીધેલા શપથનું પાલન કરી શક્યો નથી. મારા ભ્રષ્ટ મંત્રી જે કૃત્ય કરી રહ્યા છે, હું તેને તરત જ બરતરફ કરું છું.
ભાટિયાએ વધુમાં ઉમેર્યું હતું કે, નિર્લજ્જતા પણ અરવિંદ કેજરીવાલને પોતાના ગુરુ માને છે અને અરાજક અપરાધિક પાર્ટી 'AAP'છે. નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા ટેક્ષચોરી કૌભાંડના આરોપી નંબર વન તેને યોગ્ય ઠેરવે છે અને કહે છે કે, કોઈની બીમારીની મજાક ના ઉડાવવી જોઈએ.