Gujarat Assembly Election Voting: પ્રથમ તબક્કામાં 63.14 ટકા થયું મતદાન, ઉમેદવારોનું ભાવી EVM માં સીલ

Gujarat Election 2022 Phase 1 Voting LIVE Updates: સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતના 19 જિલ્લાની 89 બેઠક પર સવારે આઠથી સાંજે પાંચ વાગ્યા સુધી મતદાન થશે.

gujarati.abplive.com Last Updated: 01 Dec 2022 10:14 PM
પ્રથમ ચરણમાં 60.20 ટકા મતદાન

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થયું છે. જેમાં 60.20 ટકા મતદાન નોંધાયું છે.


 





પ્રથમ તબક્કામાં 59 ટકા થયું મતદાન

આજે ગુજરાતમાં પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થયું છે. સાંજે પાંચ વાગ્યે જ્યારે મતદાન પૂર્ણ થયું ત્યારે 59 ટકા મતદાન નોંધાયું છે. 

પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ

પ્રથમ તબક્કામાં 19 જિલ્લાની 89 બેઠકો પર શાંતિ પૂર્ણ રીતે મતદાન પૂર્ણ થયું છે. આજે બે-ત્રણ જગ્યાએ નાની મોટી બબાલ જોવા મળી હતી. જો કે બાકી જગ્યાએ શાંતિ પૂર્ણ રીતે મતદાન સંપન્ન થયું છે. 

માણાવદર વિધાનસભા બેઠકમાં હેલ્થ બુથ તૈયાર કરવામાં આવ્યું

માણાવદર વિધાનસભા બેઠકમાં હેલ્થ બુથ તૈયાર કરવામાં આવ્યું છે. કણજા ગામે હેલ્થ બુથ તૈયાર કરવામાં આવ્યું. મતદાન કરવા માટે આવતા લોકોને વિના મૂલ્યે સારવાર અપાઈ હતી. વહિવટી વિભાગએ હેલ્થ બુથ દ્વારા નવતર પ્રયોગ કર્યો હતો.

બોટાદમાં કોંગ્રેસના એજન્ટ પર હુમલો

બોટાદના પાટી ગમે કોંગ્રેસના એજન્ટ પર હુમલાના સમાચાર આવતા રાજકારણ ગરમાયું છે. જગદીશ સવાણી નામની વ્યક્તિ પર હુમલો થયો હોવાની વાત સામે આવી છે. બનાવના પગલે પોલીસ રવાના થઈ છે.

સુરત જિલ્લામાં એક વાગ્યા સુધીમાં ટોટલ 33.31% મતદાન

સુરત જિલ્લાની તમામ બેઠકો માટે મતદાન પ્રક્રિયા થઈ રહી છે. સુરત જિલ્લામાં કુલ 47.45 લાખ મતદારો આજે 16 બેઠકો પરના 168 ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે. ત્યારે વહેલી સવારથી શરૂ થયેલી મતદાન પ્રક્રિયામાં એક વાગ્યા સુધીમાં  33.31% મતદાન થયું.


155 ઓલપાડ બેઠક - 34.50%
156 માંગરોળ બેઠક - 42.14%
157 માંડવી બેઠક - 43.41%
158 કામરેજ બેઠક - 33.161%
159 સુરત પૂર્વ - 32.55%
160 સુરત ઉત્તર- 31.05%
161 વરાછા રોડ- 31.46%
162 કરંજ- 28.43
163 લિંબાયત - 27.59%
164 ઉધના- 28.18%
165 મજુરા - 30.50%
166 કતારગામ - 31.93%
167 સુરત પશ્વિમ - 33.87 %
168 ચોર્યાસી - 29.91%
169 બારડોલી ( એસ.સી)- 35.84%
170 મહુવા- 43.43%

25,430 મતદાન મથકોમાં મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે ચાલી રહી છે

ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022 માં 19 જિલ્લામાં 89 વિધાનસભા મતવિસ્તારોમાં પ્રથમ તબક્કાનું મતદાન યોજાઇ રહ્યું છે. 25,430 મતદાન મથકોમાં મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે ચાલી રહી છે 19 જિલ્લાઓમાં ઇવીએમ દ્વારા મતદાનની પ્રક્રિયા ચાલી રહી છે. 26,269 બી.યુ.(બેલેટ યુનિટ), 25,430 સી.યુ. (કંટ્રોલ યુનિટ) અને 25,430 VVPAT કાર્યરત છે. મતદાનની 90 મિનિટ પહેલા ઇવીએમની ચકાસણી માટે મૉક પોલ યોજાય છે. આ મૉક પોલ દરમિયાન 140 બેલેટ યુનિટ, 372 કંટ્રોલ યુનિટ અને 332 વીવીપેટ રિપ્લેસ કરવામાં આવ્યા હતા. સવારે 8:00 વાગે મતદાન શરૂ થયું ત્યારથી 11.00 વાગ્યા સુધીના ત્રણ કલાક દરમિયાન 19 જિલ્લાઓમાં થઈને 33 બેલેટ યુનિટ, 29 કંટ્રોલ યુનિટ અને 69 વીવીપેટ રિપ્લેસ કરવામાં આવ્યા છે.

ત્રણ કલાક દરમિયાન 0.1% બેલેટ યુનિટ રિપ્લેસ કરવામાં આવ્યા છે. 0.1% કંટ્રોલ યુનિટ રિપ્લેસ કરવામાં આવ્યા છે અને 0.3 ટકા વીવીપેટ રિપ્લેસ કરવામાં આવ્યા છે. તમામ જિલ્લાઓમાં ઝોનલ ઓફિસર કે જે તે વિસ્તારના ઇન્ચાર્જ પાસે રિઝર્વ મશીન સેટ ઉપલબ્ધ છે. જ્યાં પણ નાની મોટી સમસ્યા સર્જાય છે, ત્યાં બિલકુલ નજીવા સમયમાં ઇવીએમના બેલેટ યુનિટ, કંટ્રોલ યુનિટ કે વીવીપેટ યુનિટ રિપ્લેસ કરવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

મતદાનના ત્રણ કલાક દરમિયાન 33 બેલેટ યુનિટ રિપ્લેસ કરાયા

મતદાનના ત્રણ કલાક દરમિયાન 26,269 યુનિટ પૈકી 33 બેલેટ યુનિટ એટલે કે 0.1% બેલેટ યુનિટ રિપ્લેસ કરાયા. 25,430 કંટ્રોલ યુનિટ પૈકી 29 કંટ્રોલ યુનિટ એટલે કે 0.1% કંટ્રોલ યુનિટ રિપ્લેસ કરાયા. 25,430 વીવીપેટ પૈકી 69 વીવીપેટ એટલે કે 0.3 ટકા વીવીપેટ રિપ્લેસ કરાયા.

ગુજરાતની 89 વિધાનસભા બેઠક પર મતદાન ચાલી રહ્યું છે

ગુજરાતની 89 વિધાનસભા બેઠક પર મતદાન ચાલી રહ્યું છે. અત્યાર સુધીમાં સરેરાશ 21થી 23 ટકા મતદાન થયું છે. ગ્રામ્ય અને આદિવાસી વિસ્તારમાં મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.


 

Gujarat Assembly Election Voting Live Updates: 11 વાગ્યા સુધીમા 18.95 ટકા મતદાન



Gujarat Assembly Election Voting : જીતુ વાઘાણીએ પરિવાર સાથે મતદાન કર્યું હતું

ભાવનગર શહેર ભાજપના ઉમેદવાર જીતુ વાઘાણીએ પરિવાર સાથે મતદાન કર્યું હતું. જીતુભાઈ વાઘાણીએ ભગવાનના મંદિરે પૂજા વિધિ કર્યા બાદ સહ પરિવાર સાથે બાબાસાહેબ આંબેડકર છાત્રાલય મતદાન મથક પર મતદાન કર્યું હતું. ઢોલ નગારા સાથે મતદાન મથક પર વોટીંગ કરવા  જીતુ વાઘાણી માટે પહોંચ્યા હતા.

હર્ષ સંઘવીએ મતદાન કર્યું

રવિન્દ્ર જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજાએ શું કહ્યુ?

રવિન્દ્ર જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજાએ કહ્યું,  હું કોંગ્રેસ સાથે છું. પાર્ટીની બાબત કૌટુંબિક બાબતથી અલગ છે. આપણે આપણી પાર્ટી સાથે રહેવું જોઈએ, વર્ષોથી તેમની સાથે રહેવું જોઈએ. તે જાણે છે કે તે પાર્ટીનો મામલો છે, કોઈ પારિવારિક સમસ્યા નથી

મારી ભાભી અત્યારે ભાજપના ઉમેદવાર છે. ભાભી તરીકે તે સારી છે.

જામનગર ઉત્તર બેઠકના ઉમેદવાર રિવાબાના નણંદ નયનાબા જાડેજાએ ન્યૂઝ એજન્સી એએનઆઈ સાથે વાત કરતાં જણાવ્યું, આવું પહેલીવાર નથી થઈ રહ્યું. જામનગરમાં કેટલાય પરિવારો વિવિધ પક્ષો માટે કામ કરતા સભ્યો ધરાવે છે. તમારી વિચારધારાથી સંતુષ્ટ રહો, તમારી 100% આપો અને જે વધુ સારું જીતશે તે જીતશે. મારા ભાઈ માટે મારો પ્રેમ એવો જ રહે છે. મારી ભાભી અત્યારે ભાજપના ઉમેદવાર છે. ભાભી તરીકે તે સારી છે.

એક જ ગામના બે ઉમેદવારોએ મતદાન કર્યુ

નાંદોદ વિધાનસભા બેઠકમાં આવતાં સુંદરપુરામાં એક જ ગામના બે ઉમેદવારો મતદાન કર્યુ હતું. અહીં માજી ધારાસભ્ય અને અપક્ષ ઉમેદવાર હર્ષદ વસાવા તથા કોંગ્રેસના ઉમેદવાર ગરેશ વસાવાએ વોટિંગ કર્યુ હતું. મધ્ય ગુજરાતમાં ભરૂચની પાંચ અને નર્મદા જિલ્લાની બે મળી કુલ સાત બેઠક પર મતદાન થઈ રહ્યું છે.  ભરૂચની અંકલેશ્વ, ઝઘડિયા, વાગડિયા. ભરૂચ અને જંબુસર બેઠક પર કુલ 32 ઉમેદવારો વચ્ચે જંગ છે. જ્યારે નર્મદા જિલ્લામાં નાંદોદ અને ડેડિયાપાડા એમ બે બેઠક પર 9 ઉમેદવારો વચ્ચે જંગ છે. આમ કુલ બ41 ઉમેદવાર વચ્ચે હરિફાઈ છે.

આપના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાએ મતદાન કર્યું હતું.

બાબુભાઈ બોખીરિયાએ મતદાન કર્યું

પોરબંદરના ભાજપના ઉમેદવાર બાબુભાઈ બોખીરિયાએ મતદાન કર્યું હતું.  ઇવીએમ મશીન ધીમા ચાલતા હોવાનો બાબુભાઈ બોખીરીયાએ દાવો હતો. તેમણે કહ્યું હતું કે મે મારું મતદાન કર્યું તેમાં પણ ધીમું ચાલે છે.

બાબુભાઈ બોખીરિયાએ મતદાન કર્યું

પોરબંદરના ભાજપના ઉમેદવાર બાબુભાઈ બોખીરિયાએ મતદાન કર્યું હતું.  ઇવીએમ મશીન ધીમા ચાલતા હોવાનો બાબુભાઈ બોખીરીયાએ દાવો હતો. તેમણે કહ્યું હતું કે મે મારું મતદાન કર્યું તેમાં પણ ધીમું ચાલે છે.

કોગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયાએ મતદાન કર્યું હતું

મત આપ્યા બાદ શું કહ્યું ધાનાણીએ

 પરેશ ધાનાણીએ મત આપ્યા બાદ કહ્યું, ભાજપ સરકારની નિષ્ફળતાને કારણે ગુજરાતમાં મોંઘવારી અને બેરોજગારી વધી છે. ગેસ અને ઈંધણના ભાવ આસમાને પહોંચ્યા છે, શિક્ષણનું ખાનગીકરણ થયું છે. સત્તાનું પરિવર્તન થશે અને કોંગ્રેસ આવશે.

સીઆર પાટીલે મતદાન કર્યુ હતું

પરષોત્તમ રૂપાલાએ મતદાન કર્યું

કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાએ પોતાના વતન અમરેલીના ઇશ્વરીયા ગામે  મતદાન કર્યું હતું તેમણે વૃદ્ધ માતા સહિત પરિવાર સાથે મતદાન કર્યું હતું. 

જાફરાબાદ શહેરમા ભાજપના ઉમેદવાર હીરા સોલંકી મતદાન કરવા પહોંચ્યા હતા

અમરેલી- 98 રાજુલા જાફરાબાદ વિધાનસભા બેઠક ઉપર શાંતિ પૂર્ણ માહોલ વચ્ચે મતદાન શરૂ કર્યું હતું. જાફરાબાદ શહેરમા ભાજપના ઉમેદવાર હીરા સોલંકી મતદાન કરવા પહોંચ્યા હતા. હીરા સોલંકી તેમના પરિવાર સાથે જાફરાબાદ શહેરમા મતદાન કર્યું હતું.

પરેશ ધાનાણી ગેસના સિલિન્ડર સાથે મતદાન કરવા પહોંચ્યા હતા

રાજકોટ પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ મતદાન કર્યું હતું

રાજકોટ પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ મતદાન કર્યું હતું. તેમણે  પત્ની અંજલી રૂપાણી સાથે મતદાન કર્યું હતું.  અમરેલીના લાઠીના કોંગ્રેસના ઉમેદવાર વિરજી ઠુમ્મરે મતદાન કર્યું હતું.

ભાજપના ઉમેદવાર રિવાબા જાડેજાએ મતદાન કર્યું હતું

જામનગરમાં લોકો મતદાન કરવા પહોંચ્યા હતા

સુરતમાં મોટી સંખ્યામાં મહિલાઓ મતદાન કરવા પહોંચી હતી

જામનગરમાં કૃષિમંત્રી રાઘવજી પટેલે મતદાન કર્યું હતું

જામનગરમાં કૃષિમંત્રી રાઘવજી પટેલે મતદાન કર્યું હતું. નારણપુર ગામ ખાતે તેઓએ મતદાન કર્યું હતુ. તે સિવાય રાજકોટ પૂર્વના ઉમેદવાર ઇન્દ્રનીલ રાજ્યગુરુએ મતદાન કર્યું હતું.

ગુજરાતના કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદીએ મતદાન કર્યું

અંકલેશ્વરમાં લોકો મતદાન કરવા ઉમટ્યા હતા

19 જિલ્લાની 89 બેઠક માટે પ્રથમ તબક્કાનું મતદાન

19 જિલ્લાની 89 બેઠક માટે પ્રથમ તબક્કાનું મતદાન



  • કચ્છ જિલ્લો : બેઠકોના નામ : અબડાસા, માંડવી, ભુજ, અંજાર, ગાંધીધામ, રાપર

  • સુરેન્દ્રરનગર જિલ્લો : બેઠકોના નામ : દસાડા (SC), લીમડી, વઢવાણ, ચોટીલા, ધ્રાંગધ્રા

  • મોરબી જિલ્લો : બેઠકોના નામ : મોરબી, ટંકારા, વાંકાનેર

  • રાજકોટ જિલ્લો : બેઠકોના નામ : રાજકોટ પૂર્વ, રાજકોટ પશ્વિમ, રાજકોટ દક્ષિણ, રાજકોટ ગ્રામ્ય  જસદણ, ગોંડલ, જેતપુર, ધોરાજી

  • જામનગર જિલ્લો : બેઠકોના નામ : કાલાવડ, જામનગર (ગ્રામ્ય), જામનગર (ઉત્તર), જામનગર દક્ષિણ, જામજોધપુર, ખંભાળિયા, દ્વારકા, પોરબંદર

  • દેવભૂમિ દ્વારકા જિલ્લો : બેઠકોના નામ : ખંભાળિયા, દ્વારકા, પોરબંદર

  • પોરબંદર જિલ્લો : બેઠકોના નામ : કુતિયાણા, માણાવદર

  • જૂનાગઢ જિલ્લો : બેઠકોના નામ : જૂનાગઢ, વીસાવદર, કેશોદ, માંગરોળ

  • ગીર-સોમનાથ જિલ્લો : બેઠકોના નામ : સોમનાથ, તલાલા, કોડિનાર, ઉના

  • અમરેલી જિલ્લો : બેઠકોના નામ : ધારી, અમરેલી, લાઠી, સાવરકુંડલા, રાજુલા

  • ભાવનગર જિલ્લો : બેઠકોના નામ : મહુવા, તળાજા, ગારિયાધર, પાલીતાણા, ભાવનગર ગ્રામ્ય, ભાવનગર પૂર્વ, ભાવનગર પશ્વિમ

  • બોટાદ જિલ્લો : બેઠકોના નામ : ગઢડા (SC), બોટાદ

  • નર્મદા જિલ્લો : બેઠકોના નામ : નાંદોદ (ST), દેડિયાપાડા (ST)

  • ભરૂચ જિલ્લો : બેઠકોના નામ : જંબુસર, વાગરા, ઝઘડિયા (ST), ભરૂચ, અંકલેશ્વર

  • સુરત જિલ્લો : બેઠકોના નામ : ઓલપાડ, માંગરોળ (ST), માંડવી, કામરેજ, સૂરત પૂર્વ, સુરત ઉત્તર, વરાછા રોડ, કારંજ, લિંબાયત, ઉધના, મજુરા, કતારગામ, સુરત પશ્ચિમ, ચોર્યાસી, બારડોલી (SC), મહુવા ST

  • તાપી જિલ્લો : બેઠકોના નામ : વ્યારા (ST), નિઝર (ST)

  • ડાંગ જિલ્લો : બેઠકોના નામ : ડાંગ (ST)

  • નવસારી જિલ્લો : બેઠકોના નામ: જલાલપોર, નવસારી, ગણદેવી, વાંસદા (ST) 

  • વલસાડ જિલ્લો : બેઠકોના નામ : ધરમપુર, વલસાડ, પારડી, કપરાડા, ઉમરગામ (ST)

25,434 મતદાન મથકો

ચૂંટણી પંચે પ્રથમ તબક્કા માટે કુલ 25,434 મતદાન મથકો બનાવ્યા છે જેથી મતદારોને કોઈ સમસ્યાનો સામનો કરવો ન પડે. તેમાંથી 9,018 શહેરી મતદાન મથકો અને 16,416 ગ્રામીણ મતદાન મથકો છે. જણાવી દઈએ કે દક્ષિણ ગુજરાત અને કચ્છ-સૌરાષ્ટ્ર ક્ષેત્રના 19 જિલ્લાઓની કુલ 89 બેઠકો માટે 788 ઉમેદવારો મેદાનમાં છે.

2.39 કરોડ મતદારો

 ગુજરાતમાં આજે પ્રથમ તબક્કાનું મતદાન થવાનું છે. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ કે રાજ્યમાં પ્રથમ તબક્કામાં મતદારોનું સમીકરણ કેવું છે. ગુજરાત ચૂંટણીના પ્રથમ તબક્કામાં કુલ 2.39 કરોડ (2,39,76,670) મતદારો છે. જેમાં 1,24,33,362 પુરૂષ અને 1,15,42,811 મહિલા મતદારો છે. આ ઉપરાંત પ્રથમ તબક્કામાં 497 થર્ડ જેન્ડર મતદારો પણ તેમના મતાધિકારનો ઉપયોગ કરશે.


 

બ્રેકગ્રાઉન્ડ

Gujarat Assembly Election Voting Live Updates:  આજે ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન યોજાશે. સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતના 19 જિલ્લાની 89 બેઠક પર સવારે આઠથી સાંજે પાંચ વાગ્યા સુધી મતદાન થશે. ભાજપ-કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહિત 788 ઉમેદવારોનું ભાવિ થશે EVMમાં કેદ થશે. મતદાનને લઇને ચૂંટણી પંચે તૈયારીઓને આખરી ઓપ આપ્યો હતો. 25 હજાર 430થી વધુ મતદાન મથક પર 2 કરોડ 39 લાખથી વધુ લોકો મતાધિકારીઓ ઉપયોગ કરશે.


આજે 10 મંત્રી સહિત અનેક મહારથીઓનું ભાવિ EVMમાં કેદ થશે. સૌરાષ્ટ્ર-કચ્છની 54 અને દક્ષિણ ગુજરાતની 35 બેઠક પરથી અનેક દિગ્ગજો મેદાને છે. સરકારમાં પૂર્વ મંત્રી પરસોત્તમ સોલંકી, છ વખત ધારાસભ્ય રહી ચૂકેલા કુંવરજી બાવળિયા, મોરબીમાં પુલ દુર્ઘટનામાં બચાવકાર્ય કરીને ચર્ચામાં આવેલા કાંતિલાલ અમૃતિયા, ક્રિકેટર રવીન્દ્ર જાડેજાનાં પત્ની રીવાબા, તો, ગોંડલથી ગીતા બા જાડેજાના ભાવિ ઇવીએમમાં કેદ થશે. તે સિવાય AAPના મુખ્યમંત્રી પદના ચહેરા ઈસુદાન ગઢવી, AAPના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયા, તેમજ AAP નેતા અલ્પેશ કથિરિયાના ભાવિ પણ  નક્કી થશે.


ઘણીવાર એવું જોવા મળે છે કે મતદારોને મતદાન કરવા માટે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. મતદારોને ખબર નથી હોતી કે તેમણે કયા મતદાન મથકમાં મતદાન કરવાનું છે. જેના કારણે ઘણા મતદારો તેમનો મત નોંધવામાં નિષ્ફળ જાય છે. જોકે, હવે આવું નહીં થાય. રાજ્યના તમામ મતદારો ઘરે બેસીને તેમના મતદાન મથક વિશે ઓનલાઈન માહિતી મેળવી શકે છે. આ માટે તમારે કેટલાક મહત્વપૂર્ણ સ્ટેપ્સ ફોલો કરવા પડશે.


મતદાન મથક કેવી રીતે શોધવું



  1. નજીકના મતદાન મથકને જાણવા માટે, મતદારોએ પહેલા ભારતના ચૂંટણી પંચની સત્તાવાર વેબસાઇટની (https://electoralsearch.in/) મુલાકાત લેવી પડશે. અહીંથી તમે મતદાન મથકની માહિતી મેળવી શકો છો.

  2. ચૂંટણી પંચની વેબસાઈટ પર ગયા પછી યુઝર્સે પોતાના રાજ્યનું નામ એન્ટર કરવાનું રહેશે અને સર્ચ બાર પર ક્લિક કરવાનું રહેશે.

  3. વેબસાઇટ પર રાજ્યનું નામ દાખલ કર્યા પછી, રાજ્યના મુખ્ય ઇલેક્ટ્રિકલ ઓફિસરનું પેજ વપરાશકર્તાઓની સામે ખુલશે. તે પેજ પર ગયા બાદ યુઝર્સે પોલિંગ સ્ટેશનની યાદી પર ક્લિક કરવાનું રહેશે.

  4. પોલિંગ સ્ટેશનની યાદીમાં ગયા બાદ યુઝર્સની સામે એક નવું ટેબ ખુલશે. જ્યાં યુઝર્સે તેમની કેટલીક માહિતી ભરવાની હોય છે.

  5. નવા પોર્ટલ પર ગયા બાદ યુઝર્સની સામે ડિસ્ટ્રિક્ટ અને એસેમ્બલીના કોલમ બતાવવામાં આવશે. આ પછી યુઝર્સે બંને કોલમમાં જઈને તેમના જિલ્લા અને મતવિસ્તારમાં પ્રવેશ કરવો પડશે.

  6. જ્યારે યુઝર્સ તેમના જિલ્લા અને વિધાનસભા મતવિસ્તાર પસંદ કરશે અને સબમિટ પર ક્લિક કરશે, ત્યારે તેમના નજીકના અને સૌથી દૂરના મતદાન મથકોની યાદી વપરાશકર્તાઓની સામે દેખાશે. તે યાદીમાંથી તમામ યુઝર્સ જાણી શકશે કે તેઓ કયા વિસ્તારના મતદાન મથક પર મતદાન કરી શકશે.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.