Gujarat Election 2022:  ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈ  તમામ પક્ષો પ્રચાર કરી રહ્યા છે. ભાજપ તરફથી પ્રધાનમંત્રી મોદીએ મોરચો સંભાળ્યો છે.  પ્રથમ તબક્કના મતદાનને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે ભાજપ, કૉંગ્રેસ અને આપ સહિતની પાર્ટીઓ પ્રચંડ પ્રચારમાં લાગી છે. પીએમ મોદીએ  ગુજરાતમાં પ્રચારની કમાન સંભાળી છે. વાપીમાં રોડ શો યોજ્યા બાદ  પીએમ મોદીએ વલસાડના ધરમપુરમાં જંગી જનસભા સંબોધી.  પ્રધાનમંત્રી મોદી જનસભાને સંબોધતા બોલ્યા આ ચૂંટણીમાં નરેંદ્રનો રેકોર્ડ તૂટવાનો છે. 


પ્રધાનમંત્રી મોદીએ જનસભા સંબોધતા કહ્યું, 'આ વાતાવરણ જોઈને હું કહું છું કે, આ વખતે  નરેન્દ્રના રેકોર્ડ તોડીને ભૂપેન્દ્રના નવા રેકોર્ડ બનાવવાનુ શરૂ કરી દીધું છે. મારું કર્તવ્ય વોટ માગવાનું છે તેમ વોટ આપવાનું તમારું કર્તવ્ય છે.  ભારતને વિકસિત બનાવવા માટે ભારતને આત્મનિર્ભર બનાવવું પડે.  આત્મનિર્ભર ભારત બનાવવા માટે આપણે આત્મનિર્ભર ગુજરાત બનાવવાનું છે.  હું યુવાન મિત્રોને કહેવા માંગુ છું કે, તમે ગુજરાતના નીતિ-નિર્ધારક બન્યા છો. આજે હિન્દુસ્તાનમાં 80 હજાર સ્ટાર્ટઅપ છે જેમાં 14 હજાર તો ગુજરાતના યુવાનોએ ઉભા કર્યા છે. 



 


 

 

 

વાપીમાં પ્રધાનમંત્રી મોદીનો રોડ શો


ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં પ્રચંડ પ્રચાર માટે પ્રધાનમંત્રી મોદી વાપી પહોંચ્યા હતા. અહીં પ્રધાનમંત્રી મોદીનો શાનદાર રોડ શો યોજાયો હતો. વાપીમાં નરેન્દ્ર મોદીના રોડ શોને લઈને ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.    દમણ -વાપી રોડ પર હજારોની જનમેદની ઉમટી પડી પડી. પ્રધાનમંત્રી  નરેન્દ્ર મોદીને આવકારવા વાપીવાસીઓમાં અનેરો થનગનાટ જોવા મળ્યો હતો. 


PM મોદીનો 19થી  24 નવેમ્બર સુધીનો કાર્યક્રમ


19 નવેમ્બર




વાપીમાં રોડ શો, બાદ વલસાડમાં  સાંજે 7:30 વાગ્યે  જનસભાને સંબોધશે. તેઓ રાત્રી રોકાણ વલસાડમાં કરશે.



20 નવેમ્બર, 2022


20 નવેમ્બરે  સોમનાથ જવાન રવાના થશે 
રવિવારે સવારે 11 વાગ્યે વેરાવળમાં જનસભાને સંબોધિક કરશે તો બપોરે  12:45 વાગ્યે ધોરાજીમાં જનસભા સંબોધિત કરશે. , બપોરે 2:30 વાગ્યે અમરેલીમાં અને સાંજે  6:15 વાગ્યે બોટાદમાં સભાને સંબોધન કરશે. તેઓ રાત્રે  ગાંધીનગર પરત ફરશે  અને ગાંધીનગરમાં રાત્રિ રોકાણ કરશે


21 નવેમ્બર, 2022
21 નવેમ્બરે સોમવારે બપોરે 12 વાગ્યે સુરેન્દ્રનગરમાં, બપોરે 2 વાગ્યે જંબુસર અને 4 વાગ્યે નવસારીમાં જનસભા સંબોધશે


23 નવેમ્બર, 2022
23 નવેમ્બરે મહેસાણા અને દાહોદમાં જનસભા, વડોદરા અને ભાવનગરમાં જનસભાને સંબોધિત કરશે.


24 નવેમ્બર, 2022
24 નવેમ્બરે પાલનપુરમાં જનસભા કરશે ઉપરાંત,  દહેગામ,માતરમાં જનસભા અને અમદાવાદમાં જનસભાને સંબોધિત કરશે.


પ્રધાનમંત્રી મોદી વલસાડમાં જ રાત્રિ રોકાણ કરશે


પ્રધાનમંત્રી મોદી વલસાડમાં જ રાત્રિ રોકાણ કરશે.  જે બાદ આવતીકાલે સવારે સોમનાથ મહાદેવના દર્શને પહોંચશે.  બાદમાં સવારે 11 વાગ્‍યે વેરાવળમાં,  પોણા એક વાગ્યે ધોરાજીમાં અને બપોરે અઢી વાગ્‍યે અમરેલીમાં અને સાંજે સવા છ વાગ્યે બોટાદમાં સભાને સંબોધન કરશે. બાદમાંમાં ગાંધીનગર પરત ફરી રાજભવનમાં રાત્રિ રોકાણ કરશે.  બીજા દિવસે એટલે કે 21 નવેમ્બરે સોમવારે બપોરે 12 વાગ્‍યે સુરેન્‍દ્રનગરમાં,  બપોરે 2 વાગ્‍યે જંબુસર અને 4 વાગ્‍યે નવસારીમાં જનસભા સંબોધશે કરશે.  બાદ એક દિવસનો વિરામ લઈને 23 નવેમ્બરે મહેસાણા, દાહોદ, વડોદરા અને ભાવનગરમાં જનસભાને સંબોધન કરશે.  જે બાદ બીજા દિવસે 24 નવેમ્બરે બનાસકાંઠાના પાલનપુર, ગાંધીનગરના દહેગામ,  ખેડાના માતર અને અમદાવાદમાં જંગી જનસભામાં સંબોધન કરશે.