અમદાવાદઃ આજે ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન યોજાશે. એક તરફ સૌરાષ્ટ્ર , કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં પહેલા તબક્કાનું મતદાન ચાલી રહ્યું હશે તો બીજી તરફ વડાપ્રધાન મોદી અમદાવાદમાં મેગા રોડ શો કરશે. પીએમ મોદી અમદાવાદની 16 બેઠક પર રોડ શૉ યોજશે.






એરપોર્ટ પર આગમન બાદ પીએમ મોદીનો રોડ શૉ શરૂ થશે. અલગ અલગ વિસ્તારમાં ફર્યા બાદ રોડ શૉ ચાંદખેડામાં પૂર્ણ થશે. મોદીના રોડ શૉને લઈને ભાજપના નેતાઓ તડામાર તૈયારી કરી રહ્યાં છે. રોડ શો મારફતે વડાપ્રધાન 16 બેઠક પર પ્રચાર કરશે. ભાજપના કાર્યકર્તાઓને તૈયારીઓ માટે સૂચના આપી દેવામાં આવી છે. 30 થી વધુ સ્થળોનો રોડ શોનો મેપ તૈયાર કરવામાં આવ્યો છે.






આ રોડ શો 3 કલાક ચાલશે અને લગભગ 28 કિલોમીટર લાંબો હશે. પીએમ મોદીનો આ રોડ શો બપોરે 3:30 થી 6:30 સુધી ચાલશે અને અમદાવાદની પાંચ વિધાનસભા મતવિસ્તારોમાંથી પસાર થશે.


આ સિવાય પીએમ મોદી ગુરુવારે અનેક જનસભાઓને પણ સંબોધિત કરશે. PM ઉત્તર ગુજરાતના પંચમહાલ જિલ્લાના કાલોલથી શરૂઆત કરશે. તેમની જાહેર સભાનું સ્થળ વેજલપુર ગામમાં છે. બીજી જાહેર સભા છોટા ઉદેપુરના બોડેલી ખાતે યોજાશે. ત્રીજી જાહેરસભા સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે બપોરે યોજાશે.