Gujarat Election 2022 : મહેસાણાના કડીમા ચૂંટણીમાં ફરજ દરમિયાન SSB જવાનનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું છે. સારવાર દરમિયાન મોત થયું છે. મહેસાણા પોલીસ હેડક્વાર્ટર ખાતે શ્રદ્ધાંજલિ અપાઈ.


મહેસાણા જિલ્લામાં આગામી ચૂંટણી દરમિયાન SSB જવાનોની 5 જેટલી કંપનીઓ મહેસાણાની અલગ અલગ વિધાનસભામાં તૈનાત કરવામાં આવી છે. ત્યારે ચૂંટણીના માહોલ વચ્ચે એક દુઃખદ ઘટના બનવા પામી છે જેમાં કડી સેન્ટર પર ફરજ દરમિયાન SSB જવાનનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું હોવાની ઘટના સામે આવી છે.


મૂળ રાજસ્થાનના બાડમેર જિલ્લાના SSB જવાન હેમારામ ગોમાંરામ પોતાની કમ્પની સાથે ચૂંટણી હોવાથી મહેસાણા જિલ્લામાં ફરજ પર આવ્યા હતા. દરમિયાન તેઓને કડી સેન્ટર પર તૈનાત કરવામાં આવ્યા હતા જ્યાં તેઓને બીપી લો થઈ જતા કડી સરકારી હોસ્પિટલ લઇ જવાયા હતા. બાદમાં ત્યાંથી ગાંધીનગર અને બાદમાં અમદાવાદ સિવિલમાં લઇ જવાયા હતા જ્યાં તેઓનું હાર્ટ એટેકના કારણે મોત નીપજ્યું હતું.


Gujarat Elections 2022: ગુજરાત વિધાનસભા ચૂંટણીનું રણશિંગુ ફૂંકાઈ ચુક્યું છે. 1 ડિસેમ્બરે થનારા પ્રથમ તબક્કાના મતદાન માટે જાહેરનામું પણ પ્રસિદ્ધ થઈ ચુક્યું છે. આ સાથે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહિતના રાજકીય પક્ષોએ પોતાના ચૂંટણી પ્રચાર તેજ કરી દીધો છે. આ દરમિયાન ગુજરાતની રાજનીતિમાં મહત્વના ગણાતા પાટીદાર સમાજના નેતાઓ પણ મેદાનમાં આવી ગયા છે.


પાટીદાર સમાજની બેઠકમાં કયા મુદ્દા ચર્ચાશે?


મિશન 2022ને લઈ વર્લ્ડ પાટીદાર ફેડરેશનની મહત્વની બેઠક અમદાવાદમાં આવેલા સોલા ઉમિયાધામ કેમ્પસમાં આવતીકાલે મળવા જઈ રહી છે. ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીને અનુલક્ષીને પાટીદાર સમાજના આગેવાન સી.કે પટેલની અધ્યક્ષતામાં આ બેઠક થશે. આ મહત્વની બેઠકમાં પાટીદારો સમાજના નેતાઓને ટિકિટ ફાળવણીને લઈને ચર્ચા કરવામાં આવશે. આ સાથે જ આ ચૂંટણીમાં પાટીદાર સમાજ કયા રાજકીય પક્ષની સાથે રહેવો જોઈએ તે અંગે પણ નિર્ણય લેવામાં આવશે.


કયા પાટીદાર આગેવાનો બેઠકમાં ઉપસ્થિત રહેશે?