સંતરામપુરઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં બે તબક્કામાં મતદાન યોજાશે. પ્રથમ તબક્કાનું મતદાન એક ડિસેમ્બર અને બીજા તબક્કાનુ મતદાન પાંચ ડિસેમ્બરના રોજ થશે. આ અગાઉ મહીસાગરના સંતરામપુરની વિધાનસભા બેઠકમાં એક દંપતિ છે જેણે અત્યાર સુધીની ચૂંટણીઓમાં 64 વખત મતદાન કરી ચૂક્યા છે.


સંતરામપુર તાલુકાના ભાણાસિમલ ગામના કુપડા ફળિયામાં દંપતિ રહે છે. પતિ-પત્ની બંન્નેની ઉંમર સો વર્ષથી વધુ છે. 102 વર્ષના સડુંભાઈ ડામોર અને 101 વર્ષના તેમના પત્ની ભૂરીબેન ડામોર ગમે તે ચૂંટણી હોય ક્યારેય પણ મતદાન કરવાનું ભૂલતા નથી અને અચૂક મતદાન કરે છે. દંપતિએ કહ્યું કે વર્ષો પહેલા તો દૂર દૂર સુધી ચાલીને મતદાન કેન્દ્ર પર પહોંચી શકાતું હતું. ત્યારે પણ તેઓ મતદાન કરતા હતા. જ્યારે હવે તો નજીકમાં જ મતદાન કેન્દ્ર છે. તો આ વખતે વિધાનસભાની ચૂંટણીમાં ઉત્સાહથી મતદાન કરશે અને તમામ મતદારોને મતદાન કરવા અપીલ પણ કરી હતી.


Gujarat Election 2022: ભાજપના કયા દિગ્ગજ નેતા જોડાયા કોંગ્રેસમાં, ટિકિટ ન મળતાં ભર્યું પગલું


Gujarat Election 2022: ગુજરાત ચૂંટણી પહેલા ભાજપને મોટો ફટકો લાગ્યો છે. ટિકિટ ન મળવાથી નારાજ થયેલા ભાજપના દિગ્ગજ નેતા જયનારાયણ વ્યાસ ભાજપમાં સામેલ થયા છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની હાજરીમાં તેઓ કોંગ્રેસમાં સામેલ થયા. થોડા સમય પહેલા તેમણે અશોક ગેહલોત સાથે મુલાકાત કરી હતી, ત્યારથી તેમના કોંગ્રેસમાં જોડાવાની અટકળો થઈ રહી હતી. જયનારાયણ વ્યાસ સિદ્ધપુરથી ભાજપના ધારાસભ્ય રહી ચુક્યા છે.


મલ્લિકાજુર્ન ખડગેએ કહ્યું, મોદી-શાહ ચૂંટણીને લઈ પરેશાન છે


ન્યૂઝ એજન્સી એએનઆઈ મુજબ, તેમનો પુત્ર સમીર વ્યાસ પણ કોંગ્રેસમાં સામેલ થયો છે. પ્રેસ કોન્ફરન્સને સંબોધતા મલ્લિકાજુર્ન ખડગેએ કહ્યું,  હિન્દુસ્તાન ના ખૂણા ખૂણા માં અમારા કાર્યકર્તા બેઠેલા છે, ગુજરાતની જનતા ઇન્ટેલિજન્ટ છે, સૌથી વધુ સ્કીલ ગુજરાતમાં છે, બિઝનેસમાં, સાયન્સ ટેકનોલોજીમાં તમામમાં છવાયેલા છે.

પૂજ્ય મહાત્મા ગાંધીના રાજ્યમાં મહાત્મા ગાંધીને હું ગુજરાત પૂરતા સીમિત કરવા નથી માંગતો પરંતુ અમુક લોકો વારંવાર તેમનું નામ લઈને કોંગ્રેસ ને બદનામ કરે છે. 27 વર્ષ પછી પ્રાઈમ મિનિસ્ટર, જેવા અનેક મિનિસ્ટર ખુદ આવી ને ભડકાઉ ભાષણ આપવાની ફરજ પડી. મોદીએ ગુજરાત બનાવ્યું. આ પહેલા ગુજરાત બનાવવા મોરારજી દેસાઈથી લઈને ઘણા નેતા હતા આ લોકોએ કંઈ નહિ કર્યું? મોદીએ જ કર્યું ? પહેલા કોગ્રેસમાં જે સરકાર હતી, જેમને પોતાના પ્રાણ આપ્યા અને કહો છો કોંગ્રેસએ કંઈ આપ્યું નહિ આ કોમન ડાયલોગ છે. 70 વર્ષમાં કોઈએ કંઈ બનાવ્યું છે તો તે કોંગ્રેસએ બનાવ્યું છે. આ દેશને આઝાદી અપાવી એનું ચિત્ર નથી જોતા અને ફળ તો ખાઈ રહ્યા છે. આ ચૂંટણી મહત્વપૂર્ણ છે કારણ કે મોદી અને શાહ ખુદ પરેશાન છે, બીજાની મજાક કરવી, બીજા વિશે ખોટી વાતો કરવીએ ઠીક નથી