ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાતની સાથે ભાજપ, કોગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારોએ ચૂંટણી પ્રચાર શરૂ કરી દીધો છે. જોકે આ વચ્ચે કોગ્રેસના મેન્ડેટને લઇને ખળભળાટ મચી ગયો છે. સૂત્રોએ આપેલી જાણકારી અનુસાર, કોગ્રેસના મેન્ડેટ આપવામાં મોટી ભૂલ કરવામાં આવી છે. જેને પગલે કોગ્રેસના આગેવાનોમાં દોડધામ મચી ગઇ હતી.


વાસ્તમાં કોગ્રેસે સામાન્ય ચૂંટણીમાં કેટલાક ઉમેદવારોને પેટાચૂંટણીના મેન્ડેટ આપ્યા હોવાનો સૂત્રોએ દાવો કર્યો હતો. કોંગ્રેસના આગેવાનો મેન્ડેટની ખરાઈ કરવા માટે દોડધામ કરી રહ્યા છે. સામાન્ય ચૂંટણીમાં પેટા ચૂંટણીના મેન્ડેટ માન્ય ગણાય કે નહિ તે સવાલ ઉભો થયો છે.


Gujarat Election 2022: મધુ શ્રીવાસ્તવનો ધડાકો, ભાજપના ધારાસભ્ય પદેથી આપ્યું રાજીનામું


Gujarat Election 2022: ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈ ભાજપે ઉમેદવારો જાહેર કર્યા ત્યારથી જ આંતરિક વિખવાદ થઈ રહ્યો છે. વડોદરાના વાઘોડિયાના દબંગ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવને પણ ટિકિટ આપવામાં આવી નથી. તેમના સ્થાને અશ્વિન પટેલને ટિકિટ આપવામાં આવી છે.


આજે નારાજ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે મોટો ધડાકો કર્યો. તેમેણે ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું છે. હવે તેઓ અપક્ષ ચૂંટણી લડી શકે છે. જોકે આ અંગે હજુ સુધી તેમના તરફથી કોઈ જાહેરાત કરવામાં આવી નથી. વાઘોડિયાના સતત છ ટર્મથી ધારાસભ્યએ રાજીનામું આપવાની જાહેરાત કરી, ભાજપ માટે તન, મન, ધનથી કામ કર્યું. ટિકિટ કપાતાં કાર્યકર્તાઓમાં પણ રોષ છે.


મધુ શ્રીવાસ્તવે સી.આર.પાટીલને પત્ર લખી ભાજપના સભ્ય પદેથી રાજીનામું આપ્યું છે. ઉમેદવાર તરીકે ટિકિટ ન મળતાં તેમણે રાજીનામું આપ્યું છે.


સુરતમાં આમ આદમી પાર્ટીને લાગ્યો સૌથી મોટો ઝટકો, પાટીલે શું પાડ્યો મોટો ખેલ?




 



આવતીકાલે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમ તબક્કાના મતદાન માટે ઉમેદવારી ભરવાનો છેલ્લો દિવસ છે. આ પહેલા સુરતમાં આમ આદમી પાર્ટીને મોટો ફટકો લાગ્યો છે. અલ્પેશ કથીરિયાના પાટીદાર અનામત આંદોલન સમિતિના આગેવાનો ભાજપમાં જોડાયા છે. વિજયભાઈ માંગુકિયા સહિત કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા છે. આ ઉપરાંત ભાવનગર પાસ કન્વીનર નીતિન ઘેલાણી સહિતના લોકો ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થયા છે. ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે તેમને ટોપી અને ખેસ પહેરાવી પાર્ટીમાં આવકાર્યા હતા. પાસના મુખ્ય કન્વીનાર અલ્પેશ કથીરિયા આપમાંથી લડી રહ્યા હોવાથી તેમના માટે આ મોટો ફટકો છે.