Gujarat Election : ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા ફરી એકવાર કોંગ્રેસમાં ભડકો થયો છે. આ વખતે કોંગ્રેસ અને એનસીપીના ગઠબંધનને લઈને કોંગ્રેસમાં ભડકો થયો છે. કોંગ્રેસ અને એન.સી.પી. ના ગઠબંધન સામે જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ નાથા ઓડેદરાએ વિરોધ નોંધાવ્યો છે. કુતિયાણા બેઠક પરથી ચૂંટણી લડવા માંગે છે.
છેલ્લા 3 માસથી નાથા ઓડેદરા કુતિયાણા બેઠક પર પ્રવાસ કરી રહ્યા છે. કોંગ્રેસ અને એન.સી.પી.નું ગઠબંધક થશે તો પોરબંદર અને કુતિયાણા બને બેઠકો કૉંગ્રેશ ગુમાવશે, તેવી ચેતવણી નાથા ઓડેદરાએ આપી છે. ગઠબંધન થશે તો નાથા ઓડેદરા પોરબંદર થી અમદાવાદ સુધી કરશે પદ યાત્રા . કોંગ્રેસ પાર્ટીમાંથી ટીકીટ નહીં મળે તો આગામી દિવસો લેશે નિર્ણય.
Congress President Election : કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી લડશે ગહેલોત, રાહુલ ગાંધીએ ચૂંટણી લડવા કર્યો ઇનકાર
નવી દિલ્લીઃ કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખની ચૂંટણીને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. હવે અશોક ગહેલોત રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી લડવાના છે. રાહુલ ગાંધીએ અધ્યક્ષ ન બનવાનો નિર્ણય લીધો હોવાની જાણકારી ગહેલોતે આપી હતી. અધ્યક્ષની ચૂંટણી લડવાની હોવાથી અશોક ગહેલોત મુખ્યમંત્રીનું પદ છોડી દેશે. ત્યારે રાજસ્થાનમાં નવા મુખ્યમંત્રી સચિન પાયલોટ બનશે કે નહીં તે સૌથી મોટો સવાલ છે.
રાષ્ટ્રીય અધ્યક્ષ પદની ચૂંટણી માટે કૉંગ્રેસે નોટિફિકેશન જાહેર કર્યુ છે.. કૉંગ્રેસના નોટિફિકેશન અનુસાર 17 ઓક્ટોબરે રાષ્ટ્રીય અધ્યક્ષ પદ માટેની ચૂંટણી યોજાશે.. જ્યારે 19 ઓક્ટોબરે રાષ્ટ્રીય અધ્યક્ષ પદ માટેની ચૂંટણીની મતગણતરી હાથ ધરાશે.. 24 સપ્ટેમ્બરથી 30 સપ્ટેમ્બર સુધી ઉમેદવારી કરી શકાશે.. જ્યારે આઠ ઓક્ટોબરે ઉમેદવારી પરત ખેંચવાની છેલ્લી તારીખ રહેશે.. કૉંગ્રેસમાં અધ્યક્ષ પદની ચૂંટણી અગાઉ ખુબ જ હલચલ જોવા મળી રહી છે.. માહિતી એવી મળી રહી છે કે કૉંગ્રેસના નારાજ જી-23 ગ્રુપ અધ્યક્ષ પદને લઈને એકમત નથી. અગાઉ કહેવામાં આવી રહ્યુ હતુ કે આ ગ્રુપ તરફથી શશી શરૂરને અધ્યક્ષની ચૂંટણી લડાવવામાં આવી રહી છે.. પરંતુ હવે માહિતી એ સામે આવી રહી છે કે થરૂરના નામની કોઈ ચર્ચા થઈ નથી.. થરૂરે પોતે ઉમેદવારીનો નિર્ણય કર્યો છે.. એટલુ જ નહીં જી-23 ગ્રુપ તરફથી થરૂરના બદલે કૉંગ્રેસના સાંસદ મનીષ તિવારને ચૂંટણીમાં ઉતારવામાં આવી શકે છે.. કૉંગ્રેસના સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર મનીષ તિવારના ચૂંટણી લડવાને લઈને રાજનીતિ સહયોગીઓની સલાહ લઈ રહ્યા છે..