Guajrat Election : ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીનો ધમધમાટ શરૂ થયો છે. ત્યારે કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની યાદીને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. ત્યારે ઉમેદવારોની જાહેરાતને પગલે સૌથી મોટા સમાચાર સામે આવ્યો છે. કોંગ્રેસ વિધાનસભા ચૂંટણીમાં ત્રણથી ચાર તબક્કામાં ઉમેદવાર જાહેર કરશે. દિવાળી પહેલા કોંગ્રેસ એક યાદી જાહેર કરશે. 


પહેલી યાદીમાં 50થી વધુ બેઠકના ઉમેદવારોના નામ જાહેર થશે. બીજી યાદી દિવાળી બાદ અને ત્રીજી અને ચોથી યાદી ચૂંટણી જાહેરાત બાદ જાહેર થશે. ઉમેદવાર પસંદગીમાં ચાર કેટેગરી નક્કી કરાઇ . વર્તમાન ધારાસભ્ય મોટા ભાગના રિપીટ કરાશે. બેથી ચાર સિટીંગ ધારાસભ્ય બેઠક બદલે તેવી શક્યતા છે. 


મિશન 2022 માટે કોંગ્રેસની ઉમેદવાર પસંદગી પ્રક્રિયા તેજ થઈ છે. આજે કોંગ્રેસની સ્ક્રીનીંગ કમિટીની બેઠક મળી હતી. સ્ક્રીનીંગ કમિટીના ચેરમેન રમેશ ચેન્નીથલાની અધ્યક્ષતામાં બેઠક મળી હતી. બે દિવસમાં કોંગ્રેસના ઉમેદવારની પ્રથમ યાદીને આપશે આખરી ઓપ અપાશે. 15 ઓક્ટોબર આસપાસ કોંગ્રેસ ઉમેદવારની પ્રથમ યાદી જાહેર કરી શકે. 


કોંગ્રેસની પ્રથમ યાદીમાં 50 જેટલા ઉમેદવારો જાહેર થઈ શકે છે. સિંગલ નામો અને બે દાવેદારોવાળી બેઠક ઉપર મંથન થયું છે. બે દિવસના અંતે ઉમેદવારોની પ્રથમ યાદીને આખરી ઓપ આપશે.


Gujarat Election : કેજરીવાલ ફરી આવશે ગુજરાતના બે દિવસના પ્રવાસે, ગજવશે પાંચ જનસભા


અમદાવાદઃ મિશન 2022ને લઈ આમ આદમી પાર્ટીનો પ્રચાર તેજ થયો છે. દિલ્લીના મુખ્યમંત્રી અને આપના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલ ફરી ગુજરાતના પ્રવાસે આવશે. અરવિંદ કેજરીવાલ 2 દિવસના ગુજરાત પ્રવાસે આવશે.  કેજરીવાલ 8 અને 9 ઓક્ટોબરે ગુજરાત પ્રવાસે આવશે. કેજરીવાલ 2 દિવસોમાં 5 જેટલી જનસભા સંબોધશે.


Gujarat Election : ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસના કયા ધારાસભ્ય સામે ઉઠ્યા વિરોધના સૂર? કયા સમાજે કર્યો વિરોધ?
Gujarat Election : ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી ચૂંટણી પહેલા કોંગ્રેસને એક પછી એક કડવા અનુભવ થઈ રહ્યા છે. ત્યારે હવે કોંગ્રેસના ધારાસભ્યનો ઉત્તર ગુજરાતમાં વિરોધ થયો છે. થરાદ વિધાનસભામાં કોંગ્રેસનાં ધારાસભ્ય સામે વિરોધનાં સૂર જોવા મળ્યા છે. 2019 થરાદ વિધાનસભાની પેટા ચૂંટણીમાં થરાદમાંથી ગુલાબસિંહ રાજપૂત ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. 


દશેરાના દિવસે શસ્ત્ર પૂજન સમયે થરાદ વિધાનસભાના ઠાકોર સમાજ આગેવાનોએ વિરોધ દર્શાવ્યો. યુવા કોંગ્રેસની ચૂંટણીમાં ઠાકોર સમાજના આગેવાન પ્રધાનજી ઠાકોર ચૂંટણી લડી રહ્યા હતા. તે સમયે થરાદ ધારાસભ્યે તેમને હરાવવા માટે એડી ચોટીનું જોર લગાવ્યાના આક્ષેપ થયા છે. ઠાકોર સમાજનો વિરોધ સામે આવતા કોંગ્રેસ માટે કપરા ચઢાણ.   થરાદ વિધાનસભામાં ગુલાબસિંહ રાજપૂતની મુશ્કેલી વધી છે.