Gujarat Election : ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી ચૂંટણી પહેલા કોંગ્રેસને એક પછી એક કડવા અનુભવ થઈ રહ્યા છે. ત્યારે હવે કોંગ્રેસના ધારાસભ્યનો ઉત્તર ગુજરાતમાં વિરોધ થયો છે. થરાદ વિધાનસભામાં કોંગ્રેસનાં ધારાસભ્ય સામે વિરોધનાં સૂર જોવા મળ્યા છે. 2019 થરાદ વિધાનસભાની પેટા ચૂંટણીમાં થરાદમાંથી ગુલાબસિંહ રાજપૂત ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા.
દશેરાના દિવસે શસ્ત્ર પૂજન સમયે થરાદ વિધાનસભાના ઠાકોર સમાજ આગેવાનોએ વિરોધ દર્શાવ્યો. યુવા કોંગ્રેસની ચૂંટણીમાં ઠાકોર સમાજના આગેવાન પ્રધાનજી ઠાકોર ચૂંટણી લડી રહ્યા હતા. તે સમયે થરાદ ધારાસભ્યે તેમને હરાવવા માટે એડી ચોટીનું જોર લગાવ્યાના આક્ષેપ થયા છે. ઠાકોર સમાજનો વિરોધ સામે આવતા કોંગ્રેસ માટે કપરા ચઢાણ. થરાદ વિધાનસભામાં ગુલાબસિંહ રાજપૂતની મુશ્કેલી વધી છે.
કોગ્રેસના આ પૂર્વ ધારાસભ્ય આજે ભાજપમાં જોડાશે, સી.આર.પાટીલ ખેસ પહેરાવશે
વિસાવદરના કૉંગ્રેસના પૂર્વ ધારાસભ્ય હર્ષદ રિબડીયા આજે ભાજપમાં જોડાશે. ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલની હાજરીમાં તેઓ કેસરિયો ધારણ કરશે. આજે સવારે 11 વાગ્યે કમલમમાં પાટીલની હાજરીમાં હર્ષદ રીબડિયા ભાજપનો ખેસ ધારણ કરશે. એટલું જ નહીં, ભાજપની ટિકિટ પર તેઓ વિસાવદરથી ચૂંટણી પણ લડી શકે છે. તો આ તરફ પોતાના ધારાસભ્યોને મનાવવા કૉંગ્રેસે પ્રયાસ શરૂ કર્યા છે. નેતા વિપક્ષ સુખરામ રાઠવાએ ખાતરી આપી કે સીટિંગ ધારાસભ્યોને પુનઃટિકિટ આપવા માટે હાઈકમાન્ડને રજૂઆત કરાશે.
સુખરામ રાઠવાએ આશંકા વ્યક્ત કરી કે ટિકિટ કપાવાની આશંકાએ ધારાસભ્યો કૉંગ્રેસ છોડી રહ્યા છે. તો ગુજરાત કૉંગ્રેસના પ્રભારી ડૉ. રઘુ શર્માએ તો સનસનીખેજ આરોપ લગાવ્યા હતા. રઘુ શર્માએ દાવો કર્યો કે થોડા દિવસ પહેલાં જ એક વીડિયો આવ્યો હતો. જેમાં ખુદ હર્ષદ રીબડિયા એમ કહી રહ્યા હતા કે તેમને 40 કરોડની ઓફર છે. ત્યારે હવે હર્ષદ રીબડિયાએ જવાબ આપવો જોઈએ કે આ ઓફર ઘરે બેસવાની હતી કે ટિકિટ મેળવવાની હતી.
Gujarat Election : અલ્પેશ ઠાકોરને રાધનપુરથી ચૂંટણી લડવા પાટીલે આપી લીલી ઝંડી? જાણો શું આપ્યું મોટું નિવેદન?
પાટણઃ ચાણસ્મા ખાતે શસ્ત્ર પૂજનમાં ભાજપ અધ્યક્ષ C R પાટીલનું મોટું નિવેદન સામે આવ્યું છે. રાધનપુર વિધાનસભા મત ક્ષેત્રના ભાજપના સંભવિત ઉમેદવાર અલ્પેશ ઠાકોરને સી. આર. પાટીલે લીલી ઝંડી આપી દિધી હોય તેવા સંકેતો આપ્યા છે. તેમણે અલ્પેશ ઠાકોર રાધનપુર સીટ પરથી લડશે અને જીતશે તેવો આશાવાદ પણ વ્યક્ત કર્યો હતો.
ચાણસ્મા બેઠક પર દિલીપ ઠાકોર ચૂંટણી લડશે તેના પણ સંકેત સી. આર. પાટીલે આપ્યા હતા. પાટણ જિલ્લાની બે સીટ પર ઉમેદવાર જાહેર કર્યા હોવાના સી. આર. પાટીલે આડકાતરી રીતે સંકેત આપ્યા છે.