Tuition teacher punished student: બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં એક ચોંકાવનરો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં એક ખાનગી ટ્યુશન ચલાવતા શિક્ષકે એક વિદ્યાર્થીને તાલીબાની સજા આપી છે. વિદ્યાર્થીની ભૂલ એટલી જ હતી કે તણે, ટ્યુશન શિક્ષકે આપેલું લેશન (હોમવર્ક) કર્યું નહોતું.


હોમવર્ક ના કરતાં મળી આવી સજાઃ


પાલનપુર હનુમાન ટેકરી ખાતે ચાલતા ખાનગી ટ્યુશનમાં શિક્ષકે સજાના ભાગ રૂપે વિદ્યાર્થીનું  મુંડન કરાવ્યું હોવાનો બનાવ બન્યો છે. વિદ્યાર્થીના માતા-પિતાનો આક્ષેપ છે કે, ટ્યુશન ક્લાસમાં લેશન ના લઈ જતાં શિક્ષકે તેમના પુત્રનું મુંડન કર્યું છે. હાલ મૂંડનની ઘટનાને લઈ વિદ્યાર્થી પણ ભયભીત અવસ્થામાં છે. આ સાથે વિદ્યાર્થીને અગાઉ પણ શિક્ષકે અનેક વાર માર માર્યો હોવાના પરિવારે આક્ષેપ લગાવ્યો છે. વિદ્યાર્થીના પરિવારે અને સ્થાનિકોએ આવા શિક્ષકો સામે કડક પગલાં ભરવા કરી માંગ છે. 


ટ્યુશન શિક્ષકે ફોન કર્યો - "હું સજા આપું છું..."


સમગ્ર ઘટના અંગે મીડિયા સાથે વાત કરતાં આ વિદ્યાર્થીના પિતાએ જણાવ્યું કે, "ટ્યુશન શિક્ષકે પહેલાં તો મને ફોન કર્યો હતો કે, તમારો દિકરો લેશન નથી લાવ્યો તેથી હું તેને સજા કરું છું. પરંતુ મને ખબર નહોતી કે આ શિક્ષક મારા બાળકનું મુંડન કરશે અને આવી તાલિબાની સજા આપશે. જ્યારે મારો દિકરો ઘરે આવ્યો ત્યારે તેણે સમગ્ર વાત તેની માતાને જણાવી હતી. આવનારા સમયમાં બીજા કોઈ બાળકને કોઈ શિક્ષક આવી સજા ના આપે તે માટે હું પોલીસ ફરિયાદ પણ કરીશ."


એક સ્થાનિક મહિલાએ આ ઘટના અંગે જણાવ્યું કે, "ટ્યુશન શિક્ષકે જ્યારથી આ  બાળકનું મુંડન કર્યું છે ત્યારથી તે સુનમુન બેસી રહ્યું છે તે બોલતું પણ નથી. આ શિક્ષક સામે કાર્યવાહી થવી જોઈએ. આ છોકરા સાથે જે થયું છે તે ખુબ ખોટું થયું છે."


આ પણ વાંચો....


Surat : મિલની લિફ્ટ ખોટકાતા બીજા માળેથી 9 લોકો નીચે પટકાયા; એકનું મોત, 8 ઘાયલ


Patan: પાટણમાં ભાઈ-બહેનનું કેનાલમાં ડૂબી જવાથી મોત, પરિવારમાં શોકનો માહોલ


Surat Crime : યુવકના માથામાં ચપ્પુના ઘા મારી હત્યા, બે યુવતી સહિત 4ને પોલીસે ઝડપી હાથ ધરી પૂછપરછ