ગુજરાતમાં ચૂંટણી પહેલા કઈ પાલિકાના ઉમેદવારની થઈ ધરપકડ? કયા કેસમાં થઈ ધરપકડ?
એબીપી અસ્મિતા વેબ ટીમ | 27 Feb 2021 12:08 PM (IST)
અમદાવાદ શહેરના નરોડા પોલીસ મથકના જુગરધારાના કેસમાં ઉમેદવાર વોન્ટેડ હતો.અમદાવાદ સીટી એસઓજી દ્વારા ધરપકડ કરાઈ છે.
ફાઇલ ફોટો.
ગોધરાઃ આવતી કાલે 28મી ફેબ્રુઆરીએ નગર પાલિકા તેમજ જિલ્લા-તાલુકા પંચાયતોની ચૂંટણી યોજાવાની છે. ત્યારે ચૂંટણી પહેલા ગોધરા નગરપાલિકાની ચૂંટણી લડતા અપક્ષ ઉમેદવારની ધરપકડ થતાં ચકચાર મચી ગઈ છે. ગોધરા નગર પાલિકાના વોર્ડ 3 માં અપક્ષ ઉમેદવારી નોંધાવી ચૂંટણી લડી રહેલા ચેતન સામનાણી ઉર્ફે પપ્પીની ધરપકડ કરાઈ છે. અમદાવાદ શહેરના નરોડા પોલીસ મથકના જુગરધારાના કેસમાં ઉમેદવાર વોન્ટેડ હતો.અમદાવાદ સીટી એસઓજી દ્વારા ધરપકડ કરાઈ છે. વોન્ટેડ આરોપી ચેતન સામનાણી ઉર્ફે પ્પપી ગોધરા નગરપાલિકામાં વોર્ડ 3નો પૂર્વ સભ્ય અને હાલ ટીકીટ ન મળતા અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી.