ભાવનગરઃ સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ભાજપે ભાવનગરમા પ્રચાર શરૂ કરી દીધો છે. ભાજપ અધ્યક્ષ સી આર પાટીલ અને મુખ્યમંત્રી વિજય રૂપાણી ભાવનગરમાં બે જનસભા કરી હતી. ભાવનગરનાં બોરતળાવ ખાતે ભાજપની ચૂંટણી સભા યોજાઇ હતી. પૂર્વ પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી પણ આ સમયે ઉપસ્થિત હતા. જોકે, ખુદ ભાજપનાં પુર્વ અધ્યક્ષ જ વર્તમાન ભાજપ અધ્યક્ષનું નામ ભૂલ્યા હતા. પૂર્વ ભાજપ અધ્યક્ષ જીતુ વાઘાણીએ સંબોધનમાં ભાજપ અધ્યક્ષ સી આર પાટીલના બદલે આર સી ફળદુને ગુજરાત ભાજપ અધ્યક્ષ ગણાવી દીધા હતા.
સંબોધનમાં કહ્યું, ભાજપ અધ્યક્ષ આર સી ફળદુ નું સ્વાગત છે. સીએમ વિજય રુપાણીએ જણાવ્યું હતું કે, જેમણી ટ્રમ 3 વખત કરતા વધું હતી જેમને 60 વર્ષ થઈ ગયા છે તેમણે પોતાની જાત યુવા કાર્યકર્તાઓ માટે ન્યોછાવર કરી દીધી છે. કૉંગ્રેસે નિયમ કરવાની જરુર હતી કે 3 વખતથી હારતા ઉમેદવારોને ટિકિટ નહીં આપે. જીલ્લા પંચાયતમાં NAનાં વાર દીઠ ભાવો નક્કી હતાં. કારોબારીમાં ભાગ બટાય થતી હતી, તેઓ તેમણે આક્ષેપ લગાવ્યો હતો.
Bhavnagar : જીતુ વાઘાણીએ પાટીલને બદલે કોને ગણાવી દીધા ગુજરાત ભાજપના અધ્યક્ષ?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
13 Feb 2021 09:49 AM (IST)
પૂર્વ ભાજપ અધ્યક્ષ જીતુ વાઘાણીએ સંબોધનમાં ભાજપ અધ્યક્ષ સી આર પાટીલના બદલે આર સી ફળદુને ગુજરાત ભાજપ અધ્યક્ષ ગણાવી દીધા હતા.
તસવીરઃ ભાવનગરની સભામાં સંબોધની કરી રહેલા પૂર્વ ભાજપ અધ્યક્ષ જીતુ વાઘાણી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -