Kutch : ભાજપના આ ઉમેદવારને છ સંતાન હોવાથી ફોર્મ થયું રદ, સગાવાદ અપનાવીને પક્ષે કોને બનાવ્યાં ઉમેદવાર ?
એબીપી અસ્મિતા વેબ ટીમ | 16 Feb 2021 10:24 AM (IST)
દિનારા બેઠકના ભાજપના ઉમેદવાર મરિયામબાઈ સમાનું ઉમેદવારી ફોર્મ છ સંતાનો હોવાથી રદ થયું છે. જેને કારણે ડમી ઉમેદવાર તરીકે ફોર્મ ભરનારા નિયામતબાઈને ઉમેદવાર બનાવાયા છે.
પ્રતિકાત્મક તસવીર.
ભુજઃ કચ્છ જિલ્લા પંચાયતના ભાજપના ઉમેદવારનું ફોર્મ રદ થયું છે. દિનારા બેઠકના ભાજપના ઉમેદવાર મરિયામબાઈ સમાનું ઉમેદવારી ફોર્મ છ સંતાનો હોવાથી રદ થયું છે. જેને કારણે ડમી ઉમેદવાર તરીકે ફોર્મ ભરનારા નિયામતબાઈને ઉમેદવાર બનાવાયા છે. નોંધનીય છે કે, આગામી 28મી ફેબ્રુઆરીએ નગર પાલિકા તેમજ તાલુકા-જિલ્લા પંચાયતો માટેનું મતાન યોજવાનું છે. ગઈ કાલે સમોવારે ફોર્મ ચકાસણીમાં કોંગ્રેસના ફોર્મ રદ થતાં ભાજપના 10 ઉમેદવારો બિનહરીફ જાહેર થયા હતા. જેમાં અમદાવાદ જિલ્લા પંચાયતની ભૂવાલડી અને સીંગરવા બેઠકનો પણ સમાવેશ થાય છે. કચ્છ જિલ્લા પંચાયતના દિનારાના ભાજપના ઉમેદવાર મરીયમબાઈ સમાએ સોંગદામામાં વર્ષ 2006ની કટ ઓફ ડેટ પહેલા પાંચ બાળકો હોવાનું જાહેર કર્યું હતું. પરંતુ કટ ઓફ ડેટ પછી છઠ્ઠુ બાળક હોવાના પણ પુરાવા રજૂ થતાં ચૂંટણી અધિકારીએ તેમની ઉમેદવારી રદ કરી દીધી હતી. ભાજપે મરિયમબાઈના ડમી ઉમેદવાર તરીકે પાંચ બાળકો પૈકી પ્રથમ દીકરી નિયામતબાઈનું ફોર્મ ભરાવ્યું હતું. જેને કારણે માતાનું ફોર્મ રદ થતા હવે દીકરી ચૂંટણી લડશે.