એબીપી અસ્મિતા વેબ ટીમ | 25 Feb 2021 10:56 AM (IST)
આવાસનો સવાલ પૂછતાં ઉગ્ર થઈ સવાલ કરનારને તગેડી મૂક્યો હતો. અનાજ આવ્યું છે અને તમે ખાધું છે એટલે ઋણ ચૂકવવાનો સમય હવે તમારો છે તેમ અભેસિંહે જણાવ્યું હતું. મત નહિ મળે તો મને ફેર પડવાનો નથી, તેમ પણ તેમણે કહ્યું હતું.
છોટાઉદેપુર : ગુજરાતમાં આગામી 28મી ફેબ્રુઆરીએ નગરપાલિકા અને જિલ્લા-તાલુકા પંચાયતની ચૂંટણી યોજાવાની છે. ત્યારે વધુ એક ધારાસભ્યનો વીડિયો વાયરલ થયો છે. પ્રજાના સવાલ ઉપર ભડકતા ભાજપના ધારાસભ્યનો વીડિયો વાયરલ થયો છે. ચૂંટણી પ્રચાર દરમિયાન સંખેડાના ધારાસભ્ય અભેસિંગ તડવી ઉગ્ર થઈ ગયા હતા. પ્રજાનો અવાજ દબાવતા હોય તેમ અવાજ બંધ કરવા જણાવ્યું હતું. આવાસનો સવાલ પૂછતાં ઉગ્ર થઈ સવાલ કરનારને તગેડી મૂક્યો હતો. અનાજ આવ્યું છે અને તમે ખાધું છે એટલે ઋણ ચૂકવવાનો સમય હવે તમારો છે તેમ અભેસિંહે જણાવ્યું હતું. મત નહિ મળે તો મને ફેર પડવાનો નથી, તેમ પણ તેમણે કહ્યું હતું. નસવાડી તાલુકાના હરિપુરા ગામની ઘટના હોવાનું જાણવા મળ્યું છે. એક તરફ મુખ્યમંત્રીએ ધારાસભ્યોને વિનમ્રતા દાખવવા ટકોર કરી છે, ત્યારે બીજી તરફ સંખેડાના ધારાસભ્ય આ ટકોરને ઘોળી પી રહ્યા છે. અગાઉ કેટલાય નેતાઓ અને ઉમેદવારોને પણ લોકોના રોષનો ભોગ બનવું પડ્યું છે.