ગીર સોમનાથ: પાકિસ્તાનની જેલમાં કેદ ગુજરાતના વધુ એક માછીમારે દમ તોડ્યો છે.  ગીર સોમનાથ જિલ્લાના દુદાણા ગામના માછીમાર ભૂપતભાઈ વાળા કરાંચીની જેલમાં કેદ હતા.  8 તારીખે તેમને શ્વાસમાં તકલીફ થતાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા  હતા.  જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. પરિવારજનોને ભૂપતભાઈના મોતની જાણ તેમની સાથે જ જેલમાં કેદ હરિભાઈએ કરી હતી. 


ગીર સોમનાથના વિઠ્ઠલપુર ગામના માછીમાર હરિભાઈએ એક ચિઠ્ઠી લખી અને પાકિસ્તાનથી કોઈ વ્યક્તિ મારફત ચિઠ્ઠી વ્હોટ્સએપમાં મોકલાવી.  મૃતક ભૂપતભાઈના પરિવારજનોની માગ છે કે, તેમના સ્વજનનો મૃતદેહ તુરંત વતન લાવવામાં આવે. પાકિસ્તાનની જેલમાં ગુજરાતના સેંકડો માછીમારો સબડી રહ્યા છે.  પૂરતો ખોરાક, દવા ન મળવાને કારણે બીમાર પડ્યા બાદ મૃત્યુ પામી રહ્યા છે.  


ગાંધીધામમાંથી બિનવારસી મળી આવ્યું 800 કરોડનું કૉકેઇન ડ્રગ્સ, પોલીસે ત્રણને કર્યા રાઉન્ડઅપ


ફરી એકવાર કચ્છ જિલ્લામાંથી મોટી માત્રમાં ડ્રગ્સનો જથ્થો મળી આવતા પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઇ છે. કચ્છના ગાંધીધામમાંથી 800 કરોડનું કૉકેઇન ડ્રગ્સ બિનવારસી હાલતમાં મળી આવ્યુ છે, આ પછી પોલીસે ત્રણ શખ્સોને રાઉન્ડ અપ કર્યા છે અને તેમની પુછપરછ કરવામાં આવી રહી છે.


માહિતી પ્રમાણે, કચ્છના ગાંધીધામમાં એટીએસ પોલીસે 800 કરોડનું કૉકેઇન ડ્રગ્સ પકડ્યુ છે, આ કૉકેઇન ડ્રગ્સ ગાંધીધામના મીઠી રોહર નજીકથી મળી આવ્યુ હતુ, આમાં લગભગ 800 કરોડ કૉકેઇન ડ્રગ્સ જથ્થો બિનવારસી હાલતમાં પડ્યો હતો, આ પછી ગુજરાત એટીએસ પોલીસે ગાંધીધામના જ ત્રણ શંકાસ્પદ શખ્સોને રાઉન્ડ અપ કરી લીધા હતા, હાલમાં એટીએસની ટીમ વધુ માહિતી મેળવવા માટે આ ત્રણેયની પુછપરછ કરી રહી છે. ખાસ વાત છે કે, 15 દિવસ પહેલા પણ ગાંધીધામના મીઠી રોહર નજીક ડ્રગ્સનો મોટો જથ્થો મળી આવ્યો હતો, આ પછી સમગ્ર કચ્છની સાથે ગુજરાતમાં પણ હડકંપ મચી ગયો હતો. 


આ પહેલા પણ કચ્છમાંથી 800 કરોડની કિંમતનું ડ્રગ્સ પકડાયુ હતુ


રાજ્યમાં ડ્રગ્સનો જથ્થો ઝડપાવાનો સીલસીલો યથાવત છે. આજે ફરી કચ્છ વિસ્તારમાંથી મોટી માત્રામાં ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે. કચ્છના ગાંધીધામ નજીકથી ડ્રગ્સ ઝડપાયું છે. મીઠી રોહર નજીક ડ્રગ્સનો મોટો જથ્થો મળી આવતા ચકચાર મચી છે. કરોડો રૂપિયાનો બિનવારસુ ડ્રગ્સનો જથ્થો પોલીસે કબ્જે કર્યો છે.


Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial