પોરબંદરઃ પોરબંદરના માછીમારોને દિવાળી પૂર્વે સરકારે ભેટ આપી છે. માછીમારોની વર્ષો જૂની માંગો માંથી મોટાભાગેની માંગો સરકારે સ્વીકારી છે. 10થી વધુ માંગો સાથે માછીમારો વર્ષોથી સરકારમાં લડત ચલાવતા હતા. બે દિવસ પહેલા જૂનાગઢ ખાતેથી વડાપ્રધાને 21 કરોડના ડ્રેજિંગ કામનું વર્ચ્યુલ ખાત મુહૂર્ત કર્યું હતું. વેરાવળ ખાતે ફિશરીઝ મંત્રી જીતુ ચૌધરી 36 કરોડ ના ખર્ચે માપલાવાળી વિસ્તારને અપગ્રેશન કામને મંજૂરી આપી વર્ક ઓર્ડર આપ્યા.
આજ સુધી કોઈ એક જ પંપ પરથી માછીમારોને ડીઝલ ખરીદી થતી હતી, જેની સામે માછીમારોએ મંડળી નિશ્ચિત 7 પંપ પરથી ડીઝલ ખરીદી ની માંગ કરી હતી તે રાજ્ય સરકારે સ્વીકારી. ઓ.બી.એમ મશીન જેની સબસીડી ઘણા સમયથી મળતી નોહતી તે પણ 1283 નાની હોળીના મશીનની માંગ સરકારે સ્વીકારી. માછીમારોની હવે મુખ્ય માંગ કે ડીઝલ પેટ્રોલનો ક્વોટા અન્ય રાજ્ય ની સરખામણી એ કરી આપવાની માંગ પણ નજીકના દિવસો પૂર્ણ થાય અને દિવાળી ભેટ મળશે તેવી માછીમારોને આશા છે.
ચૂંટણી પૂર્વે માછીમારો નારાઝ હતા, પરંતુ છેલ્લા બે ત્રણ દિવસમાં માછીમારોની મોટાભાગની માંગો સ્વીકારતા ગુજરાત માછીમાર સમાજના પ્રમુખે રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર અને સહયોગીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.
Gujarat Election 2022 : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો અંબાજી પ્રવાસ કરાયો રદ, હવે તેમની જગ્યાએ કોણ કરશે શક્તિ વસાહતનું લોકાર્પણ?
Gujarat Election 2022 : આજે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અંબાજીનો પ્રવાસ અનિવાર્ય સંજોગોને લઈ રદ કરાયો છે. બનાસકાંઠા સાંસદ પરબતભાઈ પટેલ વિચરતી વિમુક્ત જાતિના લોકો માટે શક્તિ વસાહતનું લોકાર્પણ કરશે. શક્તિ વસાહત માટે નવીન મકાનોનું પણ ભૂમિ પૂજન સાંસદ પરબતભાઈ પટેલ કરશે. આજે અંબાજીમાં આદિવાસી ગૌરવ યાત્રાનું સમાપનમાં પરબતભાઈ પટેલ ભાગ લેશે. ઉનાઈથી અંબાજી સુધી નીકળેલી આદિવાસી ગૌરવ યાત્રાનું આજે અંબાજી ખાતે સમાપન થશે.
Gujarat : ભાજપના ધારાસભ્યની તબિયત લથડી, સિવિલ હોસ્પિટમાં કરાયા દાખલ
Gujarat : ગુજરાત ભાજપના ધારાસભ્ય બલરામ થાવાણીની તબિયત લથડી છે. ભાજપના ધારાસભ્ય બલરામ થાવાણીને ફૂડ પોઇઝનિંગ થયું છે. ઝાડા, ઉલટી અને શરીર ફૂલી જતા દાખલ કરાયા છે. ધારાસભ્યને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. એરપોર્ટ ખાતે આવેલી કેન્ટિનમાં મસાલા ઢોસા ખાધા હતા. Vip પાર્કિંગ પાસે આવેલી કેન્ટિનમાં નાસ્તો કર્યો હતો.
મસાલા ઢોસા ખાધા બાદ ફૂડ પોઇઝનિંગ થયું હતું. સિવિલમાં સ્પેશિયલ વોર્ડમાં દાખલ કરી સારવાર શરૂ કરાઇ. ભાજપના નરોડા બેઠકના ધારાસભ્ય છે બલરામ થાવાણી.