ગાંધીનગરઃ ગુજરાતમાં ધોધમાર વરસાદને કારણે અનેક જગ્યાએ તારાજી સર્જાઈ છે. આજે ગુજરાત સરકારના મંત્રી અને પ્રવક્તા રાજેન્દ્ર ત્રિવેદીએ વરસાદથી થયેલા નુકસાન અને સરકારની કામગીરી અંગે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રીએ તાત્કાલિક ઝડપથી નુકસાનીનો સર્વે કરી સહાય ચૂકવવાની સૂચના આપી છે. રાજ્યના જળાશયોમાં 46.25 ટકા જળસંગ્રહ થયો છે. ચોમાસાની સિઝનમાં વધુ 14 લોકોના મોત નીપજ્યા છે. 

Continues below advertisement


તેમણે કહ્યું કે, 21 હજાર 94 લોકોને આશ્રયસ્થાનોમાં રાખવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 481 પશુના મોત નીપજ્યા છે. 18 એનડીઆરએફની ટીમો અલગ અલગ જિલ્લામાં તૈનાત કરવામાં આવી છે. ડાંગ, નવસારી અને કચ્છમાં એક એક નેશનલ હાઈવે બંધ છે. પંચાયત હસ્તકના 486 રસ્તાઓ બંધ છે. એસટીના હજુ પણ 124 રૂટ બંધ છે. રાજ્યના 40 ગામોમાં હજુ પણ વીજ પૂરવઠો ખોરવાયેલો છે. સાંજ સુધીમાં વીજ પુરવઠો યથાવત થવાની શક્યતા છે. અસરગ્રસ્ત 729 ગામોમાં વીજ પુરવઠો પૂર્વવત કરાયો છે.