ગાંધીનગર: ગુજરાતમાં કોરોનાની એન્ટ્રી થતાં ગુજરાત સહિત સમગ્ર દેશમાં માસ્ક ફરજીયાત કરવામાં આવ્યું હતું. માસ્ક પહેરવાને લઈને ગુજરાત સરકારે મહત્વનો નિર્ણય કર્યો હતો જેને લઈને ગૃહ વિભાગે જાહેરનામું બહાર પાડ્યું હતું. ગુજરાતમાં ફોર વ્હીલર વાહનમાં માત્ર વાહન ચાલક પોતે એક જ વ્યક્તિ હોય તો માસ્ક પહેરવામાંથી મુક્તિ આપવામાં આવી છે.

ગૃહ વિભાગે જાહેરનામું બહાર પાડીને સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે, ફોર વ્હીલરમાં વાહન ચાલક પોતે એકલો જ હોય તો માસ્ક પહેરવામાંથી મુક્તિ આપવામાં આવે છે. જો એક અથવા તેનાથી વધારે લોકો વાહનમાં હોય તો માસ્ક ફરજીયાત પહેરવાનું રહેશે.

જો કોઈ અધિકારી પૂછપરછ માટે રોકે તે સમયે માસ્ક પહેરાવનું રહેશે. ફોર વ્હીલરમાં ડ્રાઈવર સિવાય એકથી વધુ હોય તો ફરજીયાત ચહેરો ઢાંકવો પડશે અને અન્ય વ્યકિત સાથે વાતચીત દરમિયાન પણ માસ્ક પહેરવું ફરજિયાત રહેશે.

ગૃહ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલ જાહેરનામું