ફોર વ્હીલરમાં માસ્ક પહેરવું કે નહીં તે મુદ્દે રાજ્ય સરકારે શું કરી સ્પષ્ટતા ? જાણો વિગત
એબીપી અસ્મિતા વેબ ટીમ | 27 Jun 2020 10:59 PM (IST)
ગૃહ વિભાગે જાહેરનામું બહાર પાડીને સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે, ફોર વ્હીલરમાં વાહન ચાલક પોતે એકલો જ હોય તો માસ્ક પહેરવામાંથી મુક્તિ આપવામાં આવે છે.
પ્રતિકાત્મક તસ્વીર
ગાંધીનગર: રાજ્યમાં ફોર વ્હીલર ચલાવતી વખતે માસ્ક પહેરવું કે નહીં તેને લઈ સરકાર દ્વારા નવું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. ગૃહ વિભાગે જાહેરનામું બહાર પાડીને સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે, ફોર વ્હીલરમાં વાહન ચાલક પોતે એકલો જ હોય તો માસ્ક પહેરવામાંથી મુક્તિ આપવામાં આવે છે. જો એક અથવા વધારે લોકો વાહન માં હોય તો માસ્ક ફરજીયાત પહેરવાનું રહેશે. આ સિવાય જ્યારે પણ સક્ષમ અધિકારી વાહન ચાલકને પૂછપરછ કે ચકાસણી કરવા માટે રોકે ત્યારે ત્યારે માસ્ક પહેરવું ફરજિયાત રહેશે. અને અન્ય વ્યકિત સાથે વાતચીત દરમિયાન પણ માસ્ક પહેરવું ફરજિયાત રહેશે.